બકરી ઈદની નમાઝ ઘરમાં જ પઢવામાં આવે, પશુઓના માર્કેટને મંજૂરી નહીં: મહારાષ્ટ્ર સરકાર

કોરોનાના સંકટ વચ્ચે એક ઓગષ્ટે બકરી ઈદની ઉજવણીને લઈને રાજ્ય સરકારો અને ધાર્મિક સંગઠનો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે જોકે પહેલ કરીને આ અંગે એક ગાઈડલાઈન બહાર પાડી છે.જેમાં રાજ્યમાં બકરી ઈદની નમાઝ ઘરમાં પઢવા માટે આદેશ અપાયો છે.મસ્જિદ કે જાહેર સ્થળોએ નમાઝ અદા નહી કરી શકાય.

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, કુરબાની માટેના પશુ ઓનલાઈન વેચી શકાશે.પશુઓનુ માર્કેટ ભરવા માટે મંજૂરી આપવામાં આવી નથી.ફોન પર કોન્ટેક્ટ કરીને પણ પશુઓની ખરીદી થઈ શકશે.

સરકારે પોતાની ગાઈડ લાઈનમાં પ્રતિકાત્મક રીતે પશુઓની કુરબાની આપવા માટે પણ અપીલ કરી છે.જોકે જે વિસ્તારોમાં પહેલેથી કોરોનાના પ્રતિબંધો લાગેલા છે ત્યાં કુરબાની માટે છુટ નહી અપાય.કાયદાનુ પાલન કરવા માટે સરકારના વિવિધ વિભાગોએ એલર્ટ રહેવુ પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.