મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તરીખ નજીક આવી રહી છે. આ વચ્ચે ભાજપ અને શિવસેનાના ગઠબંધનની બેઠકોની વહેંચણીને લઇને લોકોમાં ઉત્સુક્તા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનું આજે એલાન કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે બેઠક વહેંચણી પર અમિત શાહની સાથે ફાઇનલ ચર્ચા થઇ ચૂકી છે.
પૂણેમાં પાર્ટી કાર્યક્રતાઓને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી પર કટાક્ષ પણ કર્યો. શિવસેના પ્રમુખે જણાવ્યું કે અમે બન્ને (સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે) વચ્ચે બેઠક વહેંચણીને લઇને વાત કરી રહ્યા હતા આ વચ્ચે પિતૃપક્ષનો મુદ્દો સામે આવી ગયો. તો મે કહ્યું કે, મારા પક્ષ માત્ર પિતૃ છે… અને પાર્ટીના તમામ કાર્યકર્તા પક્ષ છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં બાલાસાહેબને વચન આપ્યું હતું કે એક દિવસ અમારી પાસે શિવસેનાના મુખ્યમંત્રી હશે. બેઠક વહેંચણી પર તેમણે કહ્યું કે આ વીશે આજકાલમાં એલાન કરી દેવામાં આવશે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે શિવસેનાની શરૂઆત થઇ હતી ત્યારે અમે સિતારાઓ વીશે નહોતા વિચારતા.
મહત્વનું છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 24 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ જાહેર થશે. ભાજપ, શિવસેના અને અન્ય સહયોગી પાર્ટી વચ્ચે સહમતિ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.