Dahod News: ગુજરાતના દાહોદ જિલ્લાના તોરણી ગામમાં 6 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આ મામલે પોલીસે શાળાના આચાર્યને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળકીને ન્યાય (Dahod News) આપવવા અને આરોપીને જલ્દીથી જલ્દી સજા થાય તે માટે સમગ્ર દાહોદ જિલ્લા સરકાર સામે વિરોધ કરી આરોપીને સજા મળે તે અંગે માંગણી કરી રહ્યા છે. જો કે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરી પ્રશાસન પર સવાલો ઊભા કર્યા છે.
કોંગ્રેસનું કહેવું છે કે કોલકતામાં 24 વર્ષીય ડોકટર સાથે ઘટેલી દુષ્કર્મની ઘટના મામલે સમગ્ર દેશ એક જૂથ થઈ આરોપીની સજાની માંગ કરી હતી જેમાં દરેક રાજકીય દળ પણ સામેલ હતા, દેશના દરેક ખૂણેથી કોલકતા ડોક્ટર રેપ ઍન્ડ મર્ડર કેસ મામલે લોકોએ પ્રોટેસ્ટ કર્યું હતું. જ્યારે ગુજરાતના દાહોદ જિલ્લામાં બનેલી ઘટનાને ન્યાય અપવવા કોઈ પણ રાજકીય કે કોઇ સંગઠન સામે આવ્યું નથી.
ત્યારે પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે દાહોદના તોયણી ગામની છ વર્ષીય માસુમ બાળા સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાબતે બાળકીના પરિવારજનોને સાંત્વના આપી હતી.
જેનીબેન ઠુમ્મરે છ વર્ષીય બાળા સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાબતે બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આરોપીને ફાંસીની સજા થાય તથા પરિવારજનોને ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ભાજપ સરકાર અને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.