નાનકડા બાળકનું નામ ધૈર્યરાજસિંહ છે અને તેને SMA-1 નામની એક બીમારી છે. આ બીમારીમાં બાળકમાં ન્યુરોન્સનું પ્રમાણ જળવાતું નથી અને કરોડરજ્જુમાં નબળાઇ અને બગાડ પેદા થાય છે. આ કારણે બાળક ઊભૂ થઈ શકતું નથી કે, ચાલી શકતું નથી.
તો કેટલીકવાર બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. જોકે આ બીમારીની દવા ભારત પાસે નથી અને તેની સારવાર માટે આવતું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું આવે છે અને તે અમેરિકાથી મંગાવુ પડે છે.
અલગ-અલગ સામાજિક સંસ્થાના લોકોએ ધૈર્યરાજ માટે રસ્તા પર ઉતરીને દુકાને-દુકાને જઈને લોકો પાસેથી જે ધૈર્યરાજની સારવાર માટે દાન એકઠું કર્યું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ ધૈર્યરાજની મદદ માટે હાથ લાંબો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સામાન્ય વ્યક્તિઓએ પણ ધૈર્યરાજની મદદ માટે 100, 200 અને 500 રૂપિયાનું દાન આપીને માનવતા મહેકાવી છે. હાલ ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયાનું દાન એકઠું થઇ ગયું છે,
હાલ આ બાળકની ઉંમર પાંચ મહિનાની છે અને હવે 16 કરોડ રૂપિયા એકઠા થવાના કારણે જે ધૈર્યરાજની સારવાર શરૂ થઈ શકશે અને બાળકને આ રોગમાંથી મુક્તિ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.