તમે તમારા બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો રોકાણ, જાણો કેવી રીતે કરી શકાય

બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સમયગાળો વધારે હોવાના કારણે તમને કમ્પાઉન્ડિંગનો વધુ ફાયદો મળે છે. બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓફલાઇન અને ઓનલાઇન બન્ને મોડ દ્વારા થઈ શકે છે.

તમે તમારા બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ રોકાણ ભવિષ્યમાં તમને તમારા સંતાનો જ્યારે મોટા થશે ત્યારે તેમના શિક્ષણ કે લગ્ન જેવા મોટા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે સરળતાથી રોકાણ કરી શકો છો.

બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સમયગાળો વધારે હોવાના કારણે તમને કમ્પાઉન્ડિંગનો વધુ ફાયદો મળે છે. આ સાથે જ તમને તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવામાં પણ મદદ કરે છે. બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓફલાઇન અને ઓનલાઇન બન્ને મોડ દ્વારા થઈ શકે છે.

તમે તમારા બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ રોકાણ ભવિષ્યમાં તમને તમારા સંતાનો જ્યારે મોટા થશે ત્યારે તેમના શિક્ષણ કે લગ્ન જેવા મોટા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે સરળતાથી રોકાણ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમારે બાળકોનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતા અથવા વાલી હોવાનો પુરાવો અને સરનામાંના પ્રુફની જરૂરિયાત રહેશે. ત્યારબાદ બાળક અને વાલીના KYC બાદ તમે સરળતાથી ખાતું ખોલાવી શકો છો. એકાઉન્ટ ખુલ્યા બાદ તમારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવી

ઈન્કમ ટેક્સની કલમ 64 મુજબ, જો બાળક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડના વેચાણમાંથી કેપિટક ગેઈન થાય છે, તો તે માતા-પિતા અથવા વાલીની ઈન્કમમાં ઉમેરવામાં આવે છે. બાળકની ઉંમર જ્યારે 18 વર્ષની થઈ જશે ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાંથી આવક પર તેમણે ટેક્સ ચૂકવવો પડશે.

જો તમે તમારા બાળકોના નામે રોકાણ કરી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડના વેચાણ પરના રૂપિયા ફક્ત બાળકના બેંક ખાતામાં જ જમા થશે. તેથી રોકાણ કરતી વખતે બાળકનું બેંક ખાતું હોવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.