બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ,બીએમસી બનાવી રહી છે બાળકો માટે કોવિડ વોર્ડ

વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે જો ત્રીજી લહેરઆવશે તો તે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવું દુનિયાના બીજા દેશોમાં પણ થયું છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ અને સંક્રમક રોગોના વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી બાળકોના રસીકરણનો કાર્યક્રમ શરુ કરવો જોઈએ નહીં તો કોરોનાની ત્રીજી લહેરમાં 18થી ઓછી ઉંમરના લોકોને ખરાબ રીતે સંક્રમિત થશે

સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. નિતિન શિંદે કહે છે કે બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ છે.

પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેર મુંબઈ પૂણે જેવા શહેરમોમાં બાળકોને વધારે સંક્રમિત કર્યા છે. બાળકો ગંભીર સ્થિતિમાં નથી આવતા પણ સંક્રમણ ફેલાવે છે. બાળકોનું રસીકરણ જરુરી છે.

  • રસી હવે 18થી ઉપરના તમામ લોકોનું રસીકરણ થઈ રહ્યુ છે.
  • પણ 0-18 વર્ષના રસીથી વંચિત છે.
  • આ ગ્રુપ દેશની વસ્તીના કુલ 30 ટકા છે
  • બાળકોના રસીકરણ વગર હર્ડ ઈમ્યુનિટી મેળવવી શક્ય નથ

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગત અઠવાડિયે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને નગરપાલિકા આયુક્તોને કોવિડની ત્રીજી લહેરના હુમલા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે.

કેનેડાએ બુધવારે 12 વર્ષના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએન્ટેકની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં વયસ્કોને કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની સૌથી નાની ઉંમર 16 વર્ષ સુધીની છે. આનાથી નાની ઉંમરના બાળકોને કોરોનાની રસી નથી લગાવાઈ રહી. તેમજ અમેરિકા પણ હવે 12થી 15 વર્ષના બાળકોને રસી લગાવવાની તૈયારી કરી રહ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.