પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લોકો પર સતત અત્યાચાર થતો આવ્યો છે. ઉપરાંત સરકાર સતત ત્યાંના લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ પણ કરે છે. આ જ દિશામાં પાકિસ્તાન સરકારે વધારે એક પગલું ભર્યુ છે. પાકિસ્તાન સરકારે હવે માનવાધિકાર સંગઠનનીની વેબસાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ માનવાધિકાર સંગઠન એક એનજીઓ છે. જે બલૂચિસ્તાનામં ઘણું સક્રિય છે. આ એનજીઓને હવે ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ સંગઠન સ્વીડન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોમાં પણ કાર્યરત છે. મળેલી માહિતિ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી આ સંગઠન બલૂચિસ્તાનમાં થઇ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનની માહિતિ એકઠી કરીને આંતરરાષ્ટ્રિય મીડિયાને આપતું હતું.
બલૂચિસ્તાનમાં અનેક કાર્યકર્તાઓ અને સંગઠનો આ માનવાધિકાર સંગઠન માટે કામ કરે છે. આ લોકો માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓનો રિપોર્ટ સંગઠનને આપતા હતા. બલૂચિસ્તાનના સ્થાનિય મીડિયા પ્રમાણે ઇમરાન સરકારે આ સંગઠનની વેબસાઇટ પર અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ વેબસાઇટને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવે તો લખેલું આવે છે કે, જે વેબસાઇટને તમે ખોલવાનો પ્રયત્ન કરો છો, તેમાં એવી માહિતિ છે જે પાકિસ્તાનમાં જોવા પર પ્રતિબંધિત છે.
પાકિસ્તાન સરકારની આવી કાર્યવાહિથી સગંઠનને મોટો આઘાત પહોંચ્યો. આ સંગઠન માનવાધિકાર ઉલ્લંઘનની વિગતો એકઠુ કરતું હતું, પરંતુ તેના જ માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે. સંગઠનનું કહેવું છે કે તે એક ઇમાનદાર અને નિષ્પક્ષ માનવાધિકાર સંગઠન છે. તે કોઇ બલૂચિસ્તાનમાં યુદ્ધ લડતી પાર્ટી નથી. આ કોઇ પહેલી ઘટના નથી જ્યારે પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાનમાં મીડિયા પર અને સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવ્યા હોય. આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર બને છે. બલૂચિસ્તાનના લોકો સતત સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. કે તેમની સ્વતંત્રતા છીનવીને તાનાશાહી વર્તન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.