બળવાખોરોનો સોનિયાને સવાલ, રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં, સોનિયા સ્પષ્ટ કરે

કોંગ્રેસમાં નેતૃત્વના સંકટ મુદ્દે હજી પણ મડાગાંઠ સર્જાયેલી છે. પક્ષપ્રમુખ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા કોંગ્રેસના બળવાખોર જી-23 જૂથના નેતાઓએ માગણી કરી છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં તે અંગે સોનિયા ગાંધીએ સ્પષ્ટતા કરવી જોઈએ.

બીજીબાજુ ગયા વર્ષે ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નવ વરિષ્ઠ નેતાઓએ વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવા અને પક્ષને ‘ઈતિહાસ’નો ભાગ નહીં બનાવી દેવા જણાવાયું છે.

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન કરવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-23 જૂથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સમક્ષ હવે અધ્યક્ષપદ મુદ્દે સિૃથતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. સીડબલ્યુસીની બેઠકમાં મનમોહનસિંહ, એન્ટોની, રાહુલ ગાંધી સહિત એક જૂથે પત્ર લખનારા નેતાઓની આકરી ટીકા કરવા છતાં જી-23 જૂથના નેતાઓએ તેમનું વલણ બદલ્યું નથી.

સોનિયા ગાંધીની જીવનકથા લખનારા રશિદ કિડવાઈના જણાવ્યા મુજબ બળવાખોર નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે તેઓ પોતાને અધ્યક્ષપદના ઉમેદવાર જાહેર કરશે કે નહીં. જો તેઓ તેમ ન કરવાના હોય તો કોંગ્રેસના કેટલાક નેતાઓને તેમને અધ્યક્ષ બનાવવાની માગ કરતા અટકાવે.

કિડવાઈના જણાવ્યા મુજબ સોનિયા ઈચ્છે છે કે 23 નેતાઓના બે પ્રતિનિિધ પત્રમાં ઉઠાવાયેલા બે મુદ્દાઓ પર તેમની સાથે વાત કરે. જોકે, આ નેતાઓ ઈચ્છે છે કે પહેલાં અધ્યક્ષપદ મુદ્દે સિૃથતિ સ્પષ્ટ થવી જોઈએ. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ઉમેદવાર બનવા માગે છે આૃથવા કોઈ બીન ગાંધીને તક આપવા માગે છે.

કિડવાઈનો દાવો છે કે અડધાથી વધુ બળવાખોર નેતાઓને રાહુલના ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનવા સામે કોઈ વાંધો નથી. તેમની ફરિયાદ એ છે કે રાહુલ ગાંધી સ્પષ્ટરૂપે નેતા બનવા માગતા નથી અને ‘પ્રોક્સી’ મારફત સંગઠન ચલાવવા ઈચ્છે છે.

સંસદના ચોમાસુ સત્ર અંગે વ્યૂહરચના ઘડવા કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક યોજાશે ત્યારે આ મુદ્દા ફરી ઊઠશે તેમ મનાય છે. બીજીબાજુ સોનિયા ગાંધી જી-23 બળવાખોર નેતાઓને મંગળવારે મળવા માટે સંમત થયા હોવાના અહેવાલ છે.

સીડબલ્યુસીની બેઠક પછી સૌપ્રથમ વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મળી રહ્યા હોવાથી આ બેઠક ઘણી મહત્વની બની રહેશે. આ બેઠકમાં કોંગ્રેસના બળવાખોર નેતાઓએ ઉઠાવેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. બીજી બાજુ કોંગ્રેસમાં 23 વરિષ્ઠ નેતાઓના પત્રનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાંથી ગયા વર્ષે કાઢી મુકાયેલા નવ વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.

તેમણે કોંગ્રેસ પ્રમુખને પક્ષને માત્ર ‘ઈતિહાસ’નો ભાગ બનાવી દેતી વિચારસરણીથી બચાવવા, પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવા અપીલ કરાઈ છે. ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પાડ્રા પર પરોક્ષરૂપે નિશાન સાધતા ચાર પાનાના પત્રમાં સોનિયાને પક્ષની લોકતાંત્રિક પરંપરાઓ ફરી સૃથાપિત કરવા વિનંતી કરાઈ છે.

બીજી સપ્ટેમ્બરે લખાયેલા પત્રમાં જણાવાયું છે કે હાલ જે રીતે પક્ષનું સંચાલન થઈ રહ્યું છે તેનાથી સામાન્ય કાર્યકર અસમંજસ અને નિરાશ છે. દેશમાં કોંગ્રેસ ફરીથી જીવંત થાય તેની જરૂર છે. આજે કોંગ્રેસ અનિશ્ચિતતા, અનિર્ણાયક્તા, સંપર્કના અભાવ અને વિચારોની મુક્ત અભિવ્યક્તિના અભાવનો સામનો કરી રહી છે. સિૃથતિ એટલી ખરાબ છે કે પક્ષ પ્રમુખને સંસૃથામાં થઈ રહેલી ઘટનાઓની માહિતી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.