બનાસકાંઠા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ 4 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થતા તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂનો ધંધો કરનારા 4 જેટલાં બુટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યાં છે બનાસકાંઠા પોલીસ દ્વારા મેજિસ્ટરના હુકમ દ્વારા હાલ તો તમામ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે આરોપીઓ વિરોધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પણ અસામાજિક તત્વો હોય છે જેમને પાછા હેઠળ ધકેલવા પોલીસ દ્વારા સઘન અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ જિલ્લાના કલેકટર દ્વારા પણ તમામ આરોપીઓ વૃદ્ધ સખત કાર્યવાહી કરવા પોલીસ ને જાણ કરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.