લોકોમાં નારાજગી આ કેસ મામલે જોવા મળી રહી છે ત્યારે આ મામલે ગૃવિભાગ એક્શનમાં આવ્યું છે. અગાઉ 5 હજારથી વધુ લોકોની રેલી આજે ડિસામાં યોજવામાં આવી હતી. હિન્દુ સંગઠનો, હજારો વેપારીઓ એકત્રિત થયા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વોપારીઓ અને યુવા સંગઠનો જોડાતા મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠીચાર્જ પણ અગાઉ કરવો પડ્યો હતો.
આ કારણે રેલી યોજાઈ લોકો ઉગ્ર બન્યા હતા.
તાજેતરમાં જ ડીસા જિલ્લાના માલગઢ ગામની અંદર ધર્માતરણનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીવાર પાછો સોંપવા માટે 25 લાખની માગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે લોકો ઉગ્ર બન્યા હતા. જો કે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ખાસ કરીને ધર્મ પરીવર્તન કરેલ પરીવાર મળી ના આવતા સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસામાં નિકળેલી રેલી બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ત્યારે ગૃહ વિભાગે પણ સતેજ થઈને આ મામલે એટીએસને તપાસ સોંપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.