બનાસકાંઠા જીલ્લામાં મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
બનાસકાંઠાનાં ધાનેરાનાં ખીંમત પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માકમાં બાઈક પર સવાર 4 પૈકી 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
અકસ્માત બાદ કાર ચાલક ફરાર
નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનોનાં મોત નિપજતા ગ્રામજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં 3 યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. ત્યારે ગ્રામજનો દ્વારા કારની તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતા પોલીસે કારમાં નંબર પ્લેટ પણ મળી આવી હતી. નંબર પ્લેટનાં આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.