બનાસકાંઠાના વાવ તાલુકાપચાંયત માં થયેલા ભષ્ટ્રચાર બાબતે ખુદ ભાજપના પ્રમુખે જ ફરિયાદ દાખલ કરતાં ખળભળાટ મચી ગયો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે અને કર્મચારીઓની વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે. વાવ તાલુકા પંચાયતના પ્રમુખે જ ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

વાવમાં દોઢ વર્ષેથી ભાજપ શાસિત પંચાયત ચાલી રહી છે જેમાં ખુદ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે સરકારી આવાસ યોજના, શૌચાલય, મનરેગા યોજના જેવા કામોમાં ભારે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે.

નવા ટીડીઓ પણ નિયામિત આવતા નથી અને જ્યારે આવે ત્યારે મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ પ્રમુખે લગાવતા ખળભળાટ મચ્યો છે. તેઓએ માંગ કરી છે કે, કરાર આધારીત કર્મચીરઓની બદલી કરીને નવા કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ. નગર પાલિકા પ્રમુખના આરોપ પર ટીડીઓએ જવાબ આપતા કહ્યુ કે, જો ભ્રષ્ટાચારને લગતી રજૂઆત થશે તો તેઓ પણ તપાસ કરાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.