પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 30 બેઠકો પર મતદાન શરૂ થયું છે. જેમાં પુરુલિયા, બાંકુરા, ઝારગ્રામ, પશ્ચિમ મિદનાપુર અને પૂર્વ મિદનાપુરમાં મતદાન થઇ રહ્યું છે.
30 બેઠકોમાં પટાશપુર, ભગવાનપુર, ખેજુડી, કાંથી ઉત્તર, કાંથી દક્ષિણ, એગરા, રામનગર, બિનપુર, ગોપીબલ્લભપુર, ઝારગ્રામ, નયાગ્રામ, કેશિયરી, ગડબેતા, સાલબોની, ખારગપુર, મેદિનીપુર, દાંતન, બંદવાન, બલરામપુર, જયપુર, પુરૂલિયા, બાઘમુંડી, માનબજાર, પરા, રઘુનાથ, કાશીપુર, સાલતોરા, રાનીબાંધ, રાયપુર અને છતના બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
આસામમાં પહેલા તબક્કામાં વિધાનસભાની 47 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આસામમાં વિધાનસભાની 126 બેઠકો છે, જેમાંથી 47 બેઠકો પર પહેલા તબક્કાનું મતદાન થવાનું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે બાંગ્લાદેશમાં છે. તેઓ 2 દિવસની બાંગ્લાદેશ યાત્રા માટે 26 માર્ચે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી ટ્વિટ કરી લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે.
બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે. ત્યારે આસામમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.