કોલકાતાઃ બંગાળમાં કોરોનાવાઈરસને લઈને જોરદાર રાજકાર ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરતાં આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં કોરોનાથી માર્યા ગયેલાં વધુ એક શખ્સની લાશના રાતનાં અંધારામાં ચોરી-છુપી રીતે અંતિમ સંસ્કાર કરવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે અને તે માની શકાય તેમ નથી.
રાજ્યના ભાજપના એકમે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, ‘આ માની શકાય તેમ નથી! વધુ એક કોરોના પોઝિટિવ ડેડ બોડીનો અડધી રાત્રે નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વખતે બેરેકપુરમાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો! મમતા બેનર્જી પ્રશાસન શા માટે આવા ગુપ્ત ઉપાયોનો સહારો લઈ રહી છે? શું કંઈ પણ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?’
બીજીબાજુ,પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોરોનાવાઈરસને લઈને જુદા જુદા ડેટા જાહેર કરવામાં આવી રહ્યા છે. બંગાળમાં કોરોનાથી અત્યાર સુધીમાં 105 લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, તેમાંથી 33 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે બાકીના 72 કોરોના પીડિતોના મોત અન્ય કોઈ બીમારીને કારણે થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.