ભારતીય જનતા પાર્ટી (BJP)ના પશ્ચિમ બંગાળ (West Bengal) એકમના અધ્યક્ષ દિલીપ ઘોષ (Dilip Ghosh) ‘રસ્તા કિનારે સ્ટોલો પર ગૌમાંસ ખાવા પર’ અને ‘વિદેશી પાલતૂ શ્વાનના મળમૂળ સાફ કરવામાં ગર્વ અનુભવતા’ બુદ્ધિજીવિઓના એક વર્ગ પર શાબ્દિક હુમલો કરતાં વિવાદોમાં આવી ગયાં છે.
બર્દવાનમાં ‘ગોપ અષ્ટમી કાર્યક્રમ’ દરમિયાન દિલીપ ઘોષે કહ્યુ કે, એવું લાગે છે કે જે શિક્ષિત સમાજના છે અને રસ્તા કિનારે ગૌમાંસ ખાય છે. ગાય કેમ? હું તેમને શ્વાનનું માંસ ખાવા માટે કહેવા માંગીશ. તે સ્વાસ્થ્ય માટે સારું છે. અન્ય પશુઓનું પણ માંસ ખાઓ. આપને કોણ રોકી રહ્યું છે? પરંતુ રસ્તા પર નહીં, પોતાના ઘરની અંદર ખાઓ.
તેની સાથે જ ઘોષે કહ્યુ કે, ગાય અમારી માતા છે અને અમે ગાયને મારવી અસામાજિક માનીએ છીએ. એવા લોકો છે જે વિદેશી કૂતરાઓને ઘરમાં રાખે છે અને ત્યાં સુધી કે તેમના મળમૂત્રને પણ સાફ કરે છે. આ મહા અપરાધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.