– ગૃહ મંત્રીએ શ્રમિક ટ્રેન બંગાળ ન પહોંચવા દેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પત્ર મોક્લ્યો
કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે કેટલાય મુદ્દાઓ પર તણાવ જોવા મળી રહ્યો છે. હવે સ્થળાંતર કરનાર મજૂરોને લઇને બંને સરકાર આમને-સામને આવી ગઇ છે. જ્યાં કેટલીય રાજ્ય સરકાર મજૂરો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડાવી રહી છે ત્યારે બંગાળ સરકાર દ્વારા આ પ્રકારના કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.
આ મુદ્દે શનિવારે ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. પત્રમાં શાહે કહ્યું, મજૂરોને ઘરે પહોંચાડવામાં મદદ કરવા માટે રાજ્ય સરકારનો સહયોગ નથી મળી રહ્યો. બંગાળ સરકાર રાજ્યમાં સ્થળાંતરીત લોકોને ટ્રેન સુધી પહોંચવા દેતી નથી. પશ્ચિમ બંગાળ સુધી ટ્રેન ન આવવા દેવી તે મજૂરો સાથે અન્યાય છે. આ તેમના માટે વધારે મુશ્કેલી પેદા કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સ્થળાંતરીત મજૂરોને ઘરે પહોંચાડવાની સુવિધા માટે ચલાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો ઉલ્લેખ કરતા શાહે કહ્યુ કે કેન્દ્રની મદદથી બે લાખથી પણ વધારે શ્રમિકોને તેમના રાજ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે.
પત્રમાં શાહે કહ્યુ પશ્ચિમ બંગાળમાં રહેતા મજૂરો પણ ઘરે પહોંચવા માટે આતુર છે અને કેન્દ્ર સરકાર પણ શ્રમિક ટ્રેન સેવાની સુવિધા આપી રહી છે. પરંતુ અમને પશ્ચિમ બંગાળ તરફથી અપેક્ષિત સમર્થન પ્રાપ્ત નથી થઇ રહ્યું. રાજ્ય સરકાર ટ્રેનને બંગાળ પહોંચવાની પરવાનગી નથી આપી રહી. આ બંગાળમાં ફસાયેલા મજૂરો સાથેનો અન્યાય છે. જેના લીધે મજૂરોને વધારે મુશ્કેલીઓ વેઠવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.