પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બુધવારે અધ્યાપક, તેની પત્ની અને પુત્રની અજ્ઞાત હુમલાવરે ક્રૂર હત્યા કરી. પશ્ચિમ બંગળાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સવિચ વિષ્ણુ બસુના કહેવા મુજબ આ યુવક આરએસએસનો કાર્યકર્તા હતો અને તે હાલમાં જ “વીકલી મિલન”માં સામેલ પણ થયો હતો. આ 35 વર્ષીય અધ્યાપકનું નામ બંધુ પ્રકાશ પાલ બતાવવામાં આવે છે. જાણકારી મુજબ પાલની પત્ની બ્યૂટી સહિતી તેમના 6 વર્ષના પુત્ર આનંદપાલની પણ હુમલાવરે હત્યા કરી દીધી છે. આ ત્રણેયની હત્યા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી છે. અને શરૂઆતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે પાલની પત્ની બ્યૂટી ગર્ભવતી હતી.
ઘટના પછી પોલીસે મૃતક પરિવાર અને અન્ય સદસ્યો સમેત આસપાસના લોકો સાથે આ અંગે પૂછપરછ કરી છે. જો કે હત્યાના બીજા દિવસે પણ પોલીસને હત્યારો કે હત્યામાં વાપરવામાં આવેલ હથિયારની કોઇ ભાળ નથી મળી. જો કે સ્થાનિક લોકો અને પરિવારજનોની માંગણી છે કે આ મામલે સીબીઆઇને તપાસ સોંપવામાં આવે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મુર્શિદાબાદ પોલીસ મહાનિર્દેશકને આ હત્યા મામલે પત્ર લખ્યો છે. શર્માએ આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને 36 કલાક કરતા પણ વધુ સમય પસાર થઇ જવા છતાં આ ઘટનામાં હજી સુધી કોઇ અટકાયત નથી થઇ. અને પોલીસ હાલ શરૂઆતી તપાસ કરી રહી છે. કાર્યકર્તાના પરિવારજનોએ આ મામલે જલ્દી તપાસ કરવાની માંગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.