દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે અને બીજી તરફ સરકાર લોકોને સોશ્યલ ડિસન્ટિસિંગનુ પાલન કરવા માટે અપીલ કરી રહી છે અને તેવામાં બાંગ્લાદેશમાં લોકડાઉન વચ્ચે ધાર્મિક નેતાની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે એક લાખ લોકોની જંગી મેદની ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા હતા.
બાંગ્લાદેશના ધાર્મિક નેતા મૌલાના ઝુબેર અહમ અસારીનુ બ્રાહ્મનબારીયા ખાતે તેમના નિવાસ સ્થાન પર શનિવારે નિધન થયુ હતુ. સવારે 10 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ સામેલ થયા હતા.
એ પછી મદરેસામાં યોજાયેલી પ્રાર્થના સભામાં પણ પગ મુકવાની જગ્યા ના મળે તે હદે લોકો ઉમટી પડ્યા હતા.અંતિમ યાત્રામાં ઠેર ઠેર પોલીસ તૈનાત હતી પણ પોલીસે કોઈને રોકવાની હિંમત બતાવી નહોતી. જોકે હવે જ્યારે તેના તસવીરો બહાર આવી છે ત્યારે સરકારની આ મામલે ઢીલાશ દાખવવા બદલ ટીકા પણ થઈ રહી છે.
બાંગ્લાદેશમાં કોરોનાના 2000 કરતા વધારે દર્દીઓ સામે આવ્યા છે. 84 લોકોના મોત થયા છે અને અહીંયા સરકાર સતત લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવા માટે અપીલ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.