બાંગ્લાદેશને ભારત આપશે કોરોના વેક્સિન, વિદેશ સચિવે આપ્યુ આશ્વાસન

 

દુનિયામાં કોરોના વાઈરસનો કહેર મચી ગયો છે. દુનિયા કોરોના વાઈરસથી બચવા માટે વેક્સિનની શોધમાં લાગેલી છે. આ દરમિયાન બાંગ્લાદેશનું કહેવુ છે કે ભારત બાંગ્લાદેશને પ્રાથમિકતા સાથે કોરોના વાઈરસની વેક્સિન ઉપલબ્ધ કરાવશે.

એક રિપોર્ટ અનુસાર ઢાકાના ઉચ્ચ રાજદૂતે કહ્યુ કે બાંગ્લાદેશ કોરોના વેક્સિનને પ્રાથમિકતાના આધારે ભારત પાસેથી પ્રાપ્ત કરશે. જોકે, ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અત્યારે બાંગ્લાદેશના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન શ્રૃંગલાએ ઢાકામાં પોતાના સમકક્ષ બાંગ્લાદેશના વિદેશ સચિવ મસૂદ બિન મોમેન સાથે મુલાકાત કરી. સાથે જ બંનેએ કોરોના વાઈરસ મહામારી વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને વધારવાની રીત પર વાતચીત કરી.

શ્રૃંગલા સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના વિદેશ સચિવ મસૂદ બિન મોમેને કહ્યુ કે કોરોના વેક્સિન ભારત સુધી સીમિત રહેશે નહીં. અમને આશ્વાસન આપવામાં આવ્યુ છે કે ભારત અમને પ્રાથમિકતાના આધારે કોરોના વેક્સિન પ્રદાન કરશે. દેશની દવા કંપનીઓ આ વિશે સહયોગ કરી શકશે. આ દરમિયાન બિન મોમેને ભારતના સીરમ સંસ્થા સાથે વેક્સિન વિશે પણ જાણકારી આપી.

બંને દેશો વચ્ચે આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે કેટલાય દિવસો પહેલા જ બાંગ્લાદેશ મેડીકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા ચીન કોસિનોવેક બાયોટેક લિમિટેડ દ્વારા નિર્મિત એન્ટિ-કોવિડ 19 વેક્સિનના ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણ કરવાની અનુમતી આપી છે. અગાઉ ચીને જૂનના પહેલા સપ્તાહ દરમિયાન બાંગ્લાદેશમાં મહામારીની તૈયારીનું આકલન કરવા માટે એક ડૉક્ટરી ટીમ પણ મોકલી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.