બાંગ્લા દેશની મસ્જિદોમાં રોજ રેપ થાય છે’, લેખિકા તસ્લમા નસરીને ઇમામો પર કર્યો આક્ષેપ

– નવેસર વિવાદ સર્જાવાની પૂરી શક્યતા

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખિકા તસ્લીમા એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે બાંગ્લા દેશનાં મદરેસા-મસ્જિદોમાં ઇમામો રોજ રેપ કરતા હતા.

સ્વાભાવિક છે કે આ આક્ષેપથી આંતરરાષ્ટ્રીય લેવલે ખળભળાટ મચી જવાનો છે. તસ્લીમાએ પોતાના સોશ્યલ મિડિયા એકાઉન્ટ દ્વારા આવો ગંભીર આક્ષેપ કરતાં લખ્યું હતું કે બાંગ્લા દેશની મસ્જિદો અને મદરેસાઓમાં રોજેરોજ ઇમામો ધર્મના નામે રેપ કરતા હતા, એમને ખબર હોય છે કે અલ્લાહ મહેરબાન અને દયાળુ છે. અમે દિવસમાં પાંચ વાર નમાજ પઢીએ છીએ એટલે અલ્લાહ અમારા પાપ માફ કરી દેશે.

અત્રે એ યાદ રહે કે તસ્લીમા પોતે પણ મૂળ બાંગ્લા દેશની છે અને ભારતમાં રાજકીય શરણું લીધા પહેલાં પોતાના વતનમાં રેપનો ભોગ બની ચૂકી છે. એ ધર્મના નામે થતા પાખંડો સામે સતત અવાજ ઊઠાવતી રહી છે.

અત્યાર અગાઉ એણે વિશ્વવિખ્યાત સંગીતકાર ઓસ્કાર વિજેતા એ આર રહેમાનની પુત્રી ખતીજાએ બૂરખો પહેરેલી અવસ્થામાં ફોટોગ્રાફ્સ આપ્યા ત્યારે પણ આકરી ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું કે ખતીજાને જોઇને મને અત્યંત ઘુટન થાય છે. હું ગૂંગળામણ અનુભવું છું. ત્યારબાદ સોશ્યલ મિડિયા પર હોબાળો મચી ગયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.