બાંગ્લાદેશમાં આવેલા સૌથી મોટા રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો

શરણાર્થી કેમ્પ ગીચ અને મૂળભૂત સુવિધા વિહોણા છે, જેથી ચિંતામાં વધારો થયો

10 લાખની વસતી વાળા જો આ કેમ્પમાં કોરોના ફેલાયો તો તેને રોકવો અશક્ય બનશે

કરોનાએ દુનિયાભરમાં કેર મચાવ્યો છે, ત્યારે હવે દુનિયાના સૌથી મોટા શરણાર્થી કેમ્પમાં કોરોના પહોંચતા નવી ચિંતા ઉભી થઇ છે. આ શરણાર્થી કેમ્પ બાંગ્લાદેશમાં આવ્યો છે. રોહિંગ્યા મુસલમાનોના આ શરણાર્થી કેમ્પની વસ્તી 10 લાખ છે. બંગ્લાદેશના શરણાર્થી સહાયતા આયોગના અધ્યક્ષ મહબૂબ આલમ તાલુકદારે જણાવ્યું કે કોક્સ બજાર સ્થિત શરણાર્થી કેમ્પમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. એક શરણાર્થી અને અન્ય એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના પ્રવક્તા લુઇસ ડોનોવને જણાવ્યું કે તે લોકોના સંપર્કમાં આવનાર લોકોને શોધવામાં આવી રહ્યા છે. જો કે બીજા જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે શરણાર્થી નથી. આ વ્યક્તિ કોક્સ બાજાર જિલ્લામાં રહે છે. આ કેમ્પની અંદર દસ લાખ રોહિંગ્યા મુસલમાન રહે છે. જેથી સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર બંનેની ચિંતામાં વધારો થયો છે. અધિકારિઓનું કહેવું છે કે આ એક ગંભીર સંકટની શરુઆત કહી શકાય, કારણ કે શરણાર્થી કેમ્પમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે, તેમાં જો કોરોના વાયરસનો ચેપ ફેલાયો તો તેને રોકવો અશક્ય થઇ જશે.

કોક્સ બજાર ગીચ ને સાકંડો વિસ્તાર છે. જ્યાં સાફ સફાઇ પણ નથી, ઉપરાંત લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉન કરવું શક્ય નથી. એક રિપોર્ટ પ્રમાણે આ શરણાર્થી કેમ્પમાં એક ચોરચ કિમી વિસ્તારમાં 40000 લોકો રહે છે. જે બાંગ્લાદેશના અન્ય વિસ્તાર કરતા 40 ગણું વધારે ગીચ છે. તેવામાં આ શરણાર્થી કેમ્પમાં કોરોનાનો કેસ આવવો ચિંતાજનક છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.