1 એપ્રિલથી તમારી જૂની ચેકબુક કોઈ કામની નહીં રહે. બેંકોની ચેકથી ચુકવણી બંધ થઈ જશે. એેવામાં જો તમારું બેંક ખાતું પણ આ જાહેર બેંકમાં છે તો સમયસર ચેકબુક બદલાવી લો.
બેંકોનું મર્જર થવાને કારણે એકાઉન્ટ હોલ્ડરનું એકાઉન્ટ નંબર, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ બદલ્યા હોવાના કારણે એપ્રિલ 2021થી બેન્કિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેક્ટ કરી દેશે. આ બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે. તેથી આ તમામ બેન્કોના ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે
હવે મર્જર પછી આ બેન્કોની ચેકબુક, પાસબુક, આઇએફએસસી કોડ વગેરે બદલાવાના છે. હવે આ બેંકોના ગ્રાહકોએ એક એપ્રિલ 2021થી નવી ચેક બુક લેવી પડશે.
જે બેન્કોની જૂની ચેક બુક 1 એપ્રિલથી રદ કરવામાં આવશે. તેમાં દેના બેંક, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે.
બેંકમાં સેવિંગ એકાઉન્ટ અથવા કરંટ ખાતું ખોલાવતી વખતે બેંક ગ્રાહકોને ચેક બુક આપે છે. આ ચેકબુકની મદદથી ગ્રાહકો પૈસાની લેવડદેવડ કરી શકે છે. આઈએફએસસી એ મેગ્નેટિક ઈંક કરેક્ટર રિકોગ્નાઈઝેશન (એમઆઇસીઆર) કોડ છે.
હવે મોટાભાગનાં કામ આ કોડની મદદથી કરવામાં આવે છે. તમારી પાસે જૂની ચેક બુકમાં જૂની બેંકના જ આઈએફએસસી અને એમઆઇસીઆર કોડ છે. જે હવે બદલાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.