બેંક એકાઉન્ટમાંથી રુપિયા ઉપાડવા પર પણ ટેક્સ? જાણો એક વર્ષમાં કેટલી રકમ ફ્રી ઉપાડી શકો

Bank Transaction: બેંક ખાતામાં રાખેલા તમારા પૈસા પણ નિયમોના દાયરામાં આવે છે. તેથી, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ટેક્સમાં સામેલ થયા વિના કેટલી રકમ સરળતાથી ઉપાડી શકાય છે.સામાન્ય રીતે લોકો જરૂર પડ્યે બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને ખર્ચ કરતા રહે છે. પરંતુ તેઓ નથી જાણતા કે એક નાણાંકીય વર્ષમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ કેશ ઉપાડવાથી ટેક્સ ચૂકવવાનો વારો આવી શકે છે. ત્યારે તમારે આયોજન કરીને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા જોઈએ, જેથી તમે ટેક્સ ચુકાવવાથી બચી શકો. આ માટે તમને જાણ હોવી જોઈએ કે તમે બેન્ક એકાઉન્ટમાંથી કેટલા પૈસા ઉપાડી શકો, જેથી તમારે ટેક્સ ન ચૂકવવો પડે. નક્કી કરેલી મર્યાદાથી વધુ વખત પૈસા ઉપાડવા પર ટેક્સ ચૂકવવાનો નિયમ માત્ર ATM ટ્રાન્ઝેક્શન પર જ નહીં, પરંતુ બેન્કમાંથી પૈસા ઉપાડવા પર જ આવો એક નિયમ લાગૂ પડે છે.

કેટલી કેશ ઉપાડી શકાય? – મોટાભાગના લોકો માને છે કે તેઓ તેમની મરજી અનુસાર ગમે તેટલી રકમ તેમના બેન્ક એકાઉન્ટમાંથી ફ્રીમાં ઉપાડી શકે છે. પરંતુ આવકવેરા વિભાગની કલમ 194N અંતર્ગત જો કોઈ વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રકમ ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જોકે, આ નિયમ એવા લોકો માટે જ છે, જેમણે સતત 3 વર્ષ સુધી ઈન્ક્મ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કર્યું. આવા લોકોએ કોઈપણ બેન્ક, કો-ઓપરેટીવ અથવા પોસ્ટ ઓફિસમાંથી 20 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડવા પર TDS ચૂકવવો પડશે.

ઈન્ક્મ ટેક્સ રિટર્ન ભરનારને રાહત – ITR ભરતા લોકોને તેમાંથી રાહત મળે છે. ITR ભારત ગ્રાહકો TDS ચૂકવ્યા વિના બેન્ક, પોસ્ટ ઓફિસ કે કો-ઓપરેટીવ બેન્ક ખાતામાંથી એક નાણાંકીય વર્ષમાં 1 કરોડ રૂપિયા સુધીની કેશ ઉપાડી શકે છે.

કેટલો ચૂકવવો પડે છે TDS? – જો તમે આ નિયમ અંતર્ગત બેન્ક એકાઉન્ટમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી હશે, તો તમારે 2 ટકા સુધીનો TDS ચૂકવવો પડશે. જો તમે છેલ્લા 3 વર્ષથી સતત ITR ફાઈલ નથી કર્યું, તો 20 લાખથી વધુ કેશ ઉપાડવા પર 2 ટકા અને 1 કરોડથી વધુ કેશ ઉપાડવા પર 5 ટકા TDS ચૂકવવો પડશે.ATM ટ્રાન્ઝેક્શન પર પણ લાગે છે ચાર્જ -જણાવી દઈએ કે, ATMમાંથી નક્કી કરેલી મર્યાદાથી વધુ કેશ ઉપાડવા પર બેન્ક ચાર્જ વસૂલે છે. ત્યારે RBIએ 1 જાન્યુઆરી, 2022થી ATMમાંથી કેશ ઉપાડવા પર સર્વિસ ચાર્જ વધાર્યો હતો. હવે બેંકો ATMમાંથી નક્કી કરેલી મર્યાદાથી વધુ કેશ ઉપાડવા પર 21 રૂપિયા ચાર્જ વસૂલે છે.અગાઉ તેની માટે 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો. મોટાભાગની બેંકો પોતાના ATMથી દર મહિને 5 ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે. સાથે જ અન્ય બેંકોના ATMથી પણ 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે. જોકે, મેટ્રો સીટીમાં તમે તમારી બેન્કમાંથી માત્ર 3 જ વખત ફ્રી પૈસા ઉપાડી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.