બેંક ગ્રાહકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાંની એક પોસ્ટ ઑફિસની સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યોજના સ્વૈચ્છિક અથવા વિશેષ સ્વૈચ્છિક યોજના હેઠળ 55 વર્ષથી વધુની નિવૃત્ત વ્યક્તિઓ અને સંરક્ષણ સેવાઓના નિવૃત્ત કર્મચારીઓ (નાગરિક સુરક્ષા કર્મચારીઓને બાદ કરતા) માટે પણ લાગુ છે
દેશના વડીલોને જોખમ મુક્ત ફિક્સ્ડ રિટર્ન આપવા માટે લૉન્ચ કરવામાં આવેલી આ યોજના પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે.
જો તમે સિનિયર સિટિઝન્સ સ્કીમમાં તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો પછી વાર્ષિક 7.4 ટકાના વ્યાજ દરના હિસાબે 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર કુલ રકમ 14,28,964 રૂપિયા થશે
બેંક ઑફ બરોડાના જણાવ્યા મુજબ આ યોજનામાં 5 વર્ષ માટે નાણાંનું રોકાણ કરવામાં આવે છે. આને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.
1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ 2021 ના સમયગાળા માટેના વ્યાજ દર 7.4 ટકા છે. વ્યાજ સંપૂર્ણ રીતે કરપાત્ર છે. એટલે કે તેના પર ટેક્સ લાગશે. હા, સ્રોત પર કર કપાત કરવામાં આવશે.
ટેક્સની વાત કરીએ તો, જો SCSS હેઠળ જો તમારી વ્યાજની રકમ વાર્ષિક 10,000 રૂપિયાથી વધુ છે, તો તમારું ટીડીએસ કાપવામાં આવશે
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) ખાતું એક વિશ્વસનીય અને સુરક્ષિત યોજના છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં લાંબા ગાળાની બચત માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સુવિધા બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ છે.
જો તમે એકાઉન્ટને આગળ વધારવા માંગતા નથી, તો તમે પૈસા ઉપાડી શકો છો. ખાતા કોઈ પણ કપાત વિના ખાતાના વિસ્તરણની તારીખથી એક વર્ષ સમાપ્ત થયા પછી કોઈપણ સમયે બંધ થઈ શકે છે.
મહત્વપૂર્ણ બાબતો…
- આ એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાતું નથી. તેનો ઉપયોગ વ્યવસાયિક ઉપયોગ માટે કરી શકાતો નથી. નામાંકન સુવિધા ઉપલબ્ધ છે.
- ખાતું ખોલવા અને બંધ કરતી વખતે નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. ખાતુ એક શાખામાંથી બીજી શાખામાં સ્થાનાંતરિત કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.