Bank Statement: બેંક સ્ટેટમેન્ટ એક પ્રામાણિક દસ્તાવેજ છે અને બેંક ક્યારેય તમને નહીં કહે કે તમારે નિયમિત રીતે આ સ્ટેટમેન્ટ ચેક કરવું જોઈએ. પરંતુ હકીકત એ છે કે આ તમારે નિયમિત રીતે ચોક્કસપણે ચેક કરવું જોઈએ. જેનાથી તમારા એકાઉન્ટમાંથી ખોટા અને એક્સ્ટ્રા ચાર્જ નહીં કપાય શકે અને જો કપાશે તો તમને તરત જ ખબર પડી જશે.
નવી દિલ્હીઃ આપણે જ્યારે કોઈપણ લોન માટે બેંકમાં અરજી કરીએ ત્યારે આપણી પાસે બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ માંગવામાં આવે છે. બેન્ક સ્ટેટમેન્ટ (Bank Statement) એક નિશ્ચિત સમયગાળા દરમિયાન તમારા બેન્ક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્જેક્શનનો રેકોર્ડ છે. જેમાં ડિટેલમાં ટ્રાન્જેક્શન આપવામાં આવેલા હોય છે. બેન્ક સ્ટેટમેન્ટમાં ડિપોઝીટ, ચાર્જ, વિડ્રોઅલ અને કોઈ સમયની શરૂઆત અને અંતના બેલેન્સની જાણકારી રહેલી હોય છે. તમારા બેન્ક અકાઉન્ટમાં થનારા બધા જ નાના-મોટા ટ્રાન્જેક્શનની ડીટેલ રાખનારા આ ફીચરના નુક્શાન પણ થઇ શકે છે, તેમજ બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરવાના ફાયદા પણ છે. ત્યારે સવાલ થાય કે આપણે વર્ષમાં કેટલી વખત બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરવું જોઈએ
સામાન્ય રીતે લોકો ત્યારે જ બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરે છે, જ્યારે બેન્ક સ્ટેટમેન્ટ કોઈ જગ્યાએ આપવાનું હોય. પરંતુ તમારે દર મહિને તમારું બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરાવવું જોઈએ. ત્યારે અહીં જણાવવામાં આવ્યું છે કે સમયાંતરે બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરાવવાના શું-શું લાભ છે.
બેન્ક ચાર્જિસની જાણકારી: બેન્ક અલગ-અલગ ચાર્જીસ વસૂલે છે, તે અંગે સામાન્ય રીતે બધાને જાણકારી નથી હોતી. જેમ કે, કેટલીક બેંકો ફિઝિકલ એકાઉન્ટ ડિટેલ્સ, ડુપ્લીકેટ પાસબુક આપવા માટે, એન્યુઅલ ડેબિટ કાર્ડ ચાર્જીસ કાપે છે. જો બેંકે કોઈ ચાર્જ કારણ વિના કાપી લીધો હોય, તો તેની જાણકારી તમને બેન્ક સ્ટેટમેન્ટમાં મળી જશે અને આ ચાર્જીસ તમે હટાવડાવી શકો છો.
ફ્રોડના શિકાર થવા પર મળશે તરત જાણકારી: ટેક્નોલોજીનો વ્યાપ થવાની સાથે બેન્ક ફ્રોડ થવા નોર્મલ બની ગયું છે. બેન્ક દરેક ટ્રાન્જેક્શનની જાણકારી SMS દ્વારા આપે છે, પરંતુ ઘણી વખત મેસેજ નથી મળતો. ત્યારે જો તમારા બેન્ક એકાઉન્ટ સાથે કોઈ ફ્રોડ થાય, તો બેન્ક સ્ટેટમેન્ટ દ્વારા તમને જાણકારી મળી જશે. તેમજ તમે ફ્રોડના કિસ્સામાં પુરાવા તરીકે બેન્ક સ્ટેટમેન્ટનો ઉપયોગ પણ કરી શકો છો.
રોકાણમાં મળશે મદદ: દર મહિને બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરવા પર તમને ખાતામાં પડેલા ફંડ બેલેન્સની જાણકારી મળી રહે છે. આ ઉપરાંત તમે તમારા આઇડલ મની (Idle Money)ને કોઈ જગ્યાએ રોકાણ કરીને બચત ખાતાની સરખામણીએ વધુ રિટર્ન મેળવી શકશો.
ખર્ચ પર રહેશે નજર: બેન્ક સ્ટેટમેન્ટથી તમે તમારા બધા ખર્ચ પર નજર રાખી શકશો. જો તમે કોઈ કારણ વિના વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છો, તો બેન્ક સ્ટેટમેન્ટ દ્વારા તમને જાણ થઇ જશે. જેમ કે, રેસ્ટોરન્ટનું બિલ, ઓનલાઇન શોપિંગ જેવા ખર્ચ તમારા બેન્ક સ્ટેટમેન્ટ પર સરળતાથી જોઈ શકાશે. પરિણામે તમે તમારા નકામા ખર્ચને નિયંત્રિત કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.