બેંક હવે તેના ગ્રાહકોને મોકલી રહી છે એક ચેતવણી સંદેશ,જેથી ગ્રાહક 30 જૂન પહેલા પાન સાથે લિંક કરી શકે આધાર

આવકવેરા વિભાગે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ તરીકે 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધીમાં આ નહીં કરો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

બેંક હવે તેના ગ્રાહકોને એક ચેતવણી સંદેશ મોકલી રહી છે જેથી ગ્રાહક 30 જૂન પહેલા પાન સાથે આધાર લિંક કરી શકે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) એ તેના ગ્રાહકો માટે નોટિસ ફટકારી છે.

બેંકે તેના ગ્રાહકોને જાણ કરી છે કે જો તેઓ તેમના પાનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય તો તેને નિષ્ક્રિય કરવામાં આવશે.

બેંકે આ માહિતી તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ TheOfficialSBI પર આપી છે. બેંકે તેના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તેમના પાનકાર્ડને આધાર નંબર સાથે લિંક કરવા અને અવિરત બેંકિંગ સેવાઓનો આનંદ માણવા જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.