બેંક કર્મચારીઓને દિવાળીની ખુશખબર , મળશે આટલી એડવાન્સ સેલેરી

દેશભરમાં નવરાત્રિ સાથે જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે દિવાળી અને છઠ્ઠ પૂજા બાદ ડિસેમ્બર સુધી દેશમાં ફેસ્ટિવલ મૂડ યથાવત રહેશે. ઈકોનોમી માટે પણ આ સમયગાળો મહત્વનો છે. કારણકે આ સિઝનમાં જ ઘરાકી જોવા મળતી હોય છે. કર્મચારીઓ પણ દિવાળી બોનસની રાહ જોતા હોય છે.

આ સંજોગોમાં બેન્કના કર્મચારીઓ માટે એક ખુશખબર આવી છે. બેન્કોમાં કામ કરતા 14 લાખ કર્મચારીઓને દિવાળીને ધ્યાનમાં રાખીને એક મહિનાની સેલેરી એડવાન્સમાં આપવા માટે ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશને પ્રાઈવેટ, પબ્લિક અને વિદેશી બેન્કોને સંદેશો આપ્યો છે.

બેન્કોના ટોપ મેનેજમેન્ટને લખેલા આ પત્રમાં એસોસિએશને કહ્યુ છે કે, કર્મચારીઓને એક મહિનાનો પગાર એટલે કે બેઝિક અને ડિયરનેસ એલાઉન્સ પહેલા જ આપી દેવામાં આવે. ઈન્ડિયન બેન્કસ એસોસિએશનના સીઈઓ વીજી કન્નને લખેલા પત્ર પ્રમાણે તેનો લાભ તમામ કાયમી કર્મચારીઓને મળશે.

જોકે એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે એક નવેમ્બર 2017 થી 31 માર્ચ 2019 સુધીમાં નોકરી જો કરનારા કર્મચારીઓને અડધો પગાર એડવાન્સમાં અપાશે. એડવાન્સ પગારને એરિયર્સમાં એડજેસ્ટ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.