બેન્કો અને નાણાકીય સંસૃથાઓ સાથે નાણાકીય વર્ષ 2019-20ના વર્ષમાં રૂ. 1.85 લાખ કરોડની ગેરરીતિ આચરવામાં આવી છે, જે ગયા વર્ષની સરખામણીએ છેતરપિંડીમાં 28 ટકાનો વધારો થયો હોવાનું દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 71,543 કરોડની ગેરરીતિઓ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2019-20માં વધીને રૂ. 1,85,644 કરોડે પહોંચી છે તેમ આરબીઆઈના અહેવાલમાં જણાવાયું છે. બેન્કો સાથે થયેલી ગેરરીતિઓના અડધાથી વધુ કેસ સરકારી બેન્કોના છે.
ભારતીય રિઝર્વ બેન્કે મંગળવારે એક અહેવાલ જાહેર કર્યો હતો. આ અહેવાલ મુજબ છેલ્લા નાણાકીય વર્ષે રૂપિયા એક લાખ કે તેથી વધુ રકમને આવરી લેતી બેન્ક ગેરરીતિના પ્રમાણમાં વાર્ષિક ધોરણે બમણાથી વધુ વધારો થયો છે. 2018-19ના વર્ષમાં 71,543 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે ગયા નાણાં વર્ષમાં બેન્કો સાથે 1,85,644 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હતી.
ગેરરીતિના બનાવો પણ 28 ટકા વધ્યા હતા. 2018-19માં 6,799 કેસોની સામે ગયા નાણાં વર્ષમાં ગેરરીતિના 8,707 કેસો નોંધાયા હતા, એમ રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં નોંધાયું છે. આરબીઆઈના આંકડા મુજબ વેલ્યુની દૃષ્ટિએ ગેરરીતિના આવા કેસો 159 ટકા વધ્યા હતા. ગેરરીતિના કેસો તથા તેમાં સંડોવાયેલી રકમનો આંક નોંધપાત્ર ઊચો છે એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.
આરબીઆઈના અહેવાલ મુજબ નાણાકીય સંસૃથાઓ અને બેન્કોમાં ગેરરીતિના કુલ કેસોમાંથી 50.7 ટકા કેસ સરકારી બેન્કોમાં નોંધાયા હતા. બેન્કો અને નાણાકીય સંસૃથાઓ સાથે છેતરપિંડીના કેસો એવા સમયે વધ્યા છે જ્યારે દેશનું નાણાં સેક્ટર કેટલાક વર્ષથી નોન પરફોર્મિંગ એસેટ્સની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોના વાઈરસની મહામારી અને આિર્થક મંદીના કારણે લેન્ડર્સ નજીકના સમયમાં વધુ સ્ટ્રેસ્ડ એસેટ્સનો સામનો કરી શકે છે. ગેરરીતિના કુલ કેસોમાંથી 80 ટકા એટલે કે 1,48,400 કરોડ રૂપિયાના કેસ સરકારી બેન્કો સાથે થયા છે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ગેરરીતિના રૂ. 34,211 કરોડના 3,066 કેસ નોંધાયા હતા. મૂલ્ય અને સંખ્યા બન્નેની દ્રષ્ટિએ વધુ પડતી ગેરરીતિ લોન્સના પોર્ટફોલિઓમાં જોવા મળી હતી.
ગયા નાણાં વર્ષમાં પ્રકાશમાં આવેલા ગેરરીતિના કુલ બનાવોમાંથી ટોચના પચાસ કેસ ક્રેડિટ સંબંિધત હતી જે ગેરરીતિમાં અટવાયેલી કુલ રકમના 76 ટકા રકમ ધરાવતા હતા. એપ્રિલથી જુન 2020ના ગાળામાં રૂપિયા 28843 કરોડની ગેરરીતિના 1558 કેસો પકડાયા હતા. બેન્કોમાં વધી રહેલી ગેરરીતિ તથા નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ને કારણે બેન્કો િધરાણ પૂરા પાડવામાં જોખમ ઉઠાવવાનું જલદી પસંદ કરતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.