દિલ્હી કેપિટલ્સની ટીમને, જયદેવ ઉનડકટે શરૂઆતમાં જ બે મોટા ઝાટકા આપીને, બંને ઓપનરને પેવેલિયન કર્યા હતા ભેગા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની આજે અહીં રમાયેલી 7મી મેચમાં શરૂઆતમાં જ જયદેવ ઉનડકટ દ્વારા અપાયેલા ઝાટકાઓ પછી દિલ્હી કેપિટલ્સની ટીમે ઋષભ પંતની અર્ધસદીની મદદથી મુકેલા 148 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ લક્ષ્યાંક કબજે કરવા માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહીહતી.

ડેવિડ મિલરે તે પછી 19 રન કરનારા રાહુલ તિવેટિયા સાથે 48 રનની ભાગીદારી કરી હતી. મિલર 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન કરીને આઉટ થયો હતો અને 16મી ઓવરના પાંચમા બોલે રાજસ્થાનનો સ્કોર 7 વિકેટે 104 થયો હતો. તે પછી ક્રિસ મોરિસે 19મી ઓવરમાં 2 છગ્ગા સાથે 15 રન લીધા હતા

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમને જયદેવ ઉનડકટે શરૂઆતમાં જ બે મોટા ઝાટકા આપીને બંને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા હતા. પૃથ્વી 2 જ્યારે ધવન 9 રન કરીને આઉટ થયા હતા. તે પછી ઉનડકટે રહાણેને આઉટ કરીને ત્રીજી વિકેટ લીધી હતી. સ્ટોઇનિશ ખાતુ ખોલાવે તે પહેલા મુસ્તફિઝુરના સ્લો બોલનો શિકાર બન્યો હતો. કેપ્ટન પંતે 30 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી, પણ તે એક સિંગલ લેવના પ્રયાસમાં રન આઉટ થયો હતો. લલિત યાદવ પોતાની ડેબ્યુ મેચમાં 20 રન કરીને આઉટ થયો હતો. તે પછી ટોમ કરેન અને ક્રિસ વોક્સે 28 રનની ભાગીદારી કરી હતી

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.