પંજાબ કિંગ્સ અને સંજૂ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું અભિયાન પ્રારંભશે ત્યારે બંને ટીમની નજર જીત પર રહેશે અને તમામ ક્રિકેટ ચાહકોની નજર બંને ટીમમાં હાજર બિગ હિટર્સ પર મંડાયેલી રહેશે.
રોયલ્સની ટીમ યુવા પ્રતિભાશાળી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે, જ્યારે સેમસન ત્રીજા તો સ્ટોકસ મિડલ ઓર્ડરમાં બેટિંગમાં આવશે. રાજસ્થાન રોયલ્સનું આ ટોપ ઓર્ડર રિધમમાં આવે તો કોઇપણ ટીમના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે.
કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ જેવા આક્રમક બેટ્સમેનોની સાથે હવે તેમા ડેવિડ મલાન અને તમિલનાડુનો શાહરૂખ ખાન અને નિકોલસ પૂરન તેમની પાસે છે. જો તેમનું ટીમ સંયોજનનો યોગ્ય રહેશે તો તેઓ લાંબે સુધી આગળ જવાની કાબેલિયત ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.