ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ સિંગર અને મ્યૂઝિક કંપોઝર બપ્પી લહરી હાલમાં કોરોના પોઝિટિવ આવ્યાં છે. બપ્પી લહેરી હાલમાં બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. આ બધાની વચ્ચે બપ્પી લહેરીનાં દીકરા બપ્પા (Bappa)એ તેનાં પિતાનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી.
બપ્પી દા (Bappi Da)નાં સ્વાસ્થ્ય અંગે તેનાં દીકરા બપ્પા (Bappa)એ જણાવ્યું કે, અમે તેમની સાથે ફોન પર સતત સંપર્કમાં છીએ. બપ્પાએ કહ્યું કે, કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો બાદ અમે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મે ખુબજ ચિંતિત છીએ
બપ્પા લહેરીએ કહ્યું કે, જ્યારે તે ભારત આવતા હતા ત્યારે તેમને આ વાતનો અંદાજો ન હતો, તેમણે કહ્યું કે, માતા-પિતા અને પરિવારનું ઇંફેક્શનને રિસ્કથી બચાવવા માટે ભારત આવ્યા બાદ મે આશરે એક અઠવાડિયા એક હોટલમાં રહેવાનો વિચાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.