ચીનથી શરૂ થયેલા કોરોના વાઇરસે અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાઇરસને કારણે વિશ્વમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમેરિકા સહિત વિશ્વમાં આવેલા સ્વામિનારાયણ મંદિરો દર્શન માટે આગામી નિર્ણય સુધી બંધ કરવાની જાહેરાત કરી છે.
મંદિરમાં સંતો, સ્વયંસેવકો, ભક્તો અને પ્રવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આફ્રિકા અને ભારતમાં મંદિરો બંધ રાખવા અંગે આગામી સપ્તાહમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
અમેરિકામાં BAPSના 100 મંદિર, ઓનલાઇન દર્શન જારી રહેશે
બી.એ.પી.એસ. ના અમરિકાના વિવિધ શહેરો અને રાજ્યોમાં 100 જેટલા મંદિર આવેલા છે. કોરોના વાઇરસથી બચવા માટે સ્વામિનારાયણ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. જોકે ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.