12 માર્ચે દાંડી યાત્રા પ્રસ્થાન દિવસ,આઝાદીના 75માં વર્ષને લઇ દાંડી યાત્રાનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાતથી ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની શરૂઆત કરશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દેશની આઝાદીના 75 વર્ષ થવાના ઉપલક્ષ્યમાં શરૂ કરવામાં આવી રહ્યો છે.

CM vijay rupani pm narendra modi amrit mahotsav of independence march 12

PM મોદી 12 માર્ચે ફરી અમદાવાદ આવશે. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમથી 21 દિવસીય દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. ભાજપ શાસિત રાજ્યોના CM દાંડી યાત્રામાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ પણ દાંડી યાત્રામાં જોડાશે

રૂ.1000 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ કરવામાં આવશે. PM મોદી અને રાજ્ય સરકાર વચ્ચે પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા કરાશે.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ કે સાલ્ટ માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચ બ્રિટિશ સરકારના મીઠા પર એકાધિકાર વિરૂદ્ધ અહિંસક પ્રદર્શન હતું

ગત અઠવાડિયે જ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું જે દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત નારા કાર્યક્રમોની દેખરેખ કરશે અને પોતાની સલાહ આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.