બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો અશ્લીલ વીડિયો વાઇરલ….

બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે હસ્તમૈથુન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

નગરસેવકના વીડિયોએ ચકચાર મચાવી;
ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાયો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે, જ્યારે નગરસેવકની દરેકે દરેક ચેષ્ટા કેમેરામાં કેદ થઇ ગઇ છે. નગરસેવકના આ વીડિયોએ ભારે ચકચાર મચાવી છે.

વીડિયોમાં નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઈ ગયા.
બુધવારે મોડી સાંજે નગરસેવક દક્ષેશ શેઠનો વીડિયો-કોલિંગ પર લલના સામે લાળ પાડતો વીડિયો વાઇરલ થતાં બારડોલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરસેવકના 42 સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા લલના કપડાં ઉતારે છે. ત્યાર બાદ નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઇ.

નગરસેવકને હનીટ્રેપમાં ફસાવ્યાં;
બારડોલી નગરપાલિકાનો ભાજપનો એક નગરસેવકનો વીડિયો પણ વાઇરલ થયો છે. નગરસેવકને હનીટ્રેપમાં ફસાવ્યા છે. સવારથી નગરસેવકના વીડિયો વાઇરલ બનતા, ભાજપના પદાધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. નગરજનોમાં આ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. હનીટ્રેપમાં ફસાયેલા નગરસેવકને બ્લેકમેઇલ કરવાની કોશિશ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાબે નહિ થતા વીડિયો વાઇરલ કર્યો હોવાની ચર્ચા છે. નગરસેવકના આ કિસ્સાથી પક્ષની ઇમેજ ખરાબ નહીં દેખાય તે માટેના પદાધિકારીઓ બનતા પ્રયાસ કર્યા હતા. હનીટ્રેપનો ભોગ બનેલા ભાજપના નગરસેવક સામે પાર્ટી સંગઠન પગલાં ભરી તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

અસ્મિતા ન્યુઝ આ વિડીયોની પુષ્ટી કરતુ નથી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.