બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.એ બારડોલી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાંથી પકડેલા વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપી જીતુ રાઠોડ ઉર્ફે જીતુ પલસોદની બારડોલી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. જીતુ રાઠોડ બારડોલી તાલુકા ભાજપ આદિજાતિ મોરચાનો પ્રમુખ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે બારડોલી તાલુકા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
News Detail

આ અંગે મળતી માહિતી અનુસાર ગત 23મી એપ્રિલ 2022ના રોજ સુરત જિલ્લા LCBની ટીમે બારડોલી તાલુકાનાં પલસોદ ગામની સીમમાંથી પસાર થતી નહેરના માર્ગ પરથી દારૂ ભરેલી કાર ઝડપી હતી. કડોદથી પલસોદ થઈ સાકરી ગામે બુટલેગરોને દારૂ સપ્લાય કરવા જઇ રહેલી આ કાર સાથે જિલ્લા એલ.સી.બી.ની ટીમે નિરંજન ઉર્ફે ટીનકો નટુ ગામિત (રહે હરીપુરા, તા. બારડોલી), સરોજ સંતોષ ચૌધરી (રહે હરીપુરા , તા. બારડોલી), દિવ્યેશ ઉર્ફે દેવો પરમાર (રહે કડોદ, તા. બારડોલી) બાજીપુરાના બુટલેગર બિપિન રાઠોડ, મનોજ ચૌધરી, મોટી ભટલાવનો બુટલેગર ઉષા હરસિંગ ચૌધરી, ખોજનો વિજય શૈલેષ રાઠોડ અને પલસોદનો બારડોલી તાલુકા ભાજપ આદિજાતિ મોરચાનો પ્રમુખ જીતુ રાઠોડ ઉર્ફે જીતુ પલસોદ દારૂના ગુનામાં સંડોવાયેલા હોય પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામની તબક્કાવાર ધરપકડ કરી હતી. પરંતુ જીતુ રાઠોડની છેલ્લા સાત મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ હોવા છતાં ધરપકડ કરવામાં આવી ન હત. દરમ્યાન ચૂંટણી નજીક આવતા જ પોલીસે વોન્ટેડ આરોપી જીતુને પલસોદથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતા સુરત જિલ્લા ભાજપમાં અજિત પટેલના અશ્લીલ વિડીયો વાઇરલ થવાના પ્રકરણ બાદ વધુ એક વિવાદ સામે આવતા વખત ખળભળાટ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બારડોલી તાલુકા પંચાયતની સભ્ય શકુંતલા રાઠોડને પણ દારૂ વેચવાના પ્રકરણમાં સસ્પેન્ડ કરી દેવમાં આવી હતી. ફરી એક વખત ભાજપ નેતાએ પક્ષની છબી ખરડાય તેવું કામ કરતાં મોવડીમંડળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.