કોર્પોરેશનની ચૂંટણીમાં ઘણા કપાયા છે, પરંતુ ભાજપમાં કોઈ અશિસ્તના દર્શન નથી થયા બોડેલીમાં યોજાયેલી ભાજપ કાર્યકરોની સભામાં પ્રદેશ પ્રમુખનો ધ્રૂજારો.
બોડેલીમાં યોજાયેલી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ મુજબ જણાવ્યુ હતુ. સભામાં ભાજપના પ્રચાર- પ્રસાર અંગે કાર્યકરોને માર્ગદર્શન અપાયુ હતું. પેજ પ્રમુખો, કાર્યકરોને આ કાર્યક્રમ દરમિયાન ઓળખપત્રો અપાયા હતા.
પ્રદેશ પ્રમુખે વધુમાં ઉમેર્યુ કે, પાર્ટીના પ્રચાર- પ્રસારમાં પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ માટે આટલી મોટી સભા, એ નવા આયામ તરફ પક્ષ ધપી રહ્યાનું ઉત્તમ ઉદાહરણ છે. મને આવવામાં મોડુ થયુ છે પણ કાર્યકરો અટલ જોવા મળ્યા તે જોઇને ખૂબ ખુશી થઇ છે. મને આજે કાર્યકરોએ હાર પહેરાવ્યો તેમાં જિલ્લાની ૩૨ બેઠકો મને સર્મિપત કરી દીધી છે.
પ્રદેશ પ્રમુખે જણાવ્યુ કે, ભાજપની આ સભામાં હકડેઠઠ મેદની જોઇ સામેવાળાના ડાંડીયા ડુલ થઇ જાય તેમ લાગી રહ્યું છે. મહાનગર પાલિકાની ટિકિટની એક સાથે ૫૭૬ ટીકીટની જાહેરાત કરી છે. કોંગ્રેસીઓને એવુ લાગતુ હતું કે, મારામારી થશે પણ ભાજપ કાર્યકર્તા શિસ્તને વરેલા છે.
સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં મહા નગરપાલિકાની ચૂંટણીઓ પૈકી અમારે ત્યાં ૮૭ જણ કપાયા,. ફક્ત ૧૨ જણ રિપિટ થયા. અમદાવાદમાં ૧૪૫ જણ કપાયા તો પણ કોઇ વિવાદ થયો નથી. તેજ કાર્યકર્તાની નિષ્ઠા બતાવે છે.
માજી સાંસદ રામસિંહ રાઠવાની દીકરીની વડોદરા મ્યુ. કોર્પો.ની ચૂંટણી માટે ટિકિટ નક્કી કરી હતી પરંતુ રાત્રે કેન્દ્રમાંથી તેમને એક જવાબદારી આપવામાં આવી હતી. જેને લીધે તેમની દીકરીની ટિકિટ કાપવી પડી હતી. એક ઘરમાં બે હોદ્દા ચાલશે નહીં પણ રામસીંગભાઇએ કોઇ ફરિયાદ કરી નથી.
ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે, ભાજપના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવાની પત્ની ઉર્િમલાબેન વસાવા પણ જિ. પં. ની ટિકિટ માગી હતી. પણ તેમને પણ ટિકિટ મળવાની નથી.
બોડેલીના શિરોલાવાલા કમ્પાઉન્ડમાં સભા અંગે મંડપ ઔબનાવી ખુરશીઓ ગોઠવાઇ હતી. અચાનક ભારે પવન આવતા મંડપ ઉડયો હતો અને તેનું બંધારણ તૂટી ગયુ હતું. તુરંત મંડપને પૂર્વવત કરાયો હતો. જો કે, સભામાં કોઇ વિક્ષેપ ઉભો થયો ન હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.