વડોદરામાં લેબ સંચાલકે દર્દીના ખોટા રિપોર્ટ બનાવીને ડોક્ટરને 40 ટકા રકમ આપવાની વાત કરી

રિપોર્ટમાં ચેડા / મેલેરિયા કે ટાઇફોઇડ તમે જે કહેશો તે પ્રમાણે સેટિંગ થઇ જશે, વડોદરાના લેબ સંચાલક અને તબીબની ઓડિયો ક્લિપ વાયરલ

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રને હચમચાવી મૂકે તેવી ઓડિયો ક્લિપ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં વડોદરા નજીક વડુ ગામમાં આવેલી સ્વરા પેથોલોજી લેબના સંચાલક સચિન જોષી અને તબીબ વચ્ચે સાંઠગાંઠ બહાર આવી છે. ઓડિયો ક્લિપમાં સ્વરા પેથોલોજી લેબનો સંચાલક સચિન જોષી ટાઇફોઇડ, મેલેરિયા, સહિતના કોઇ પણ બિમારીના ખોટા રિપોર્ટ બનાવી આપવાની વાત કરે છે અને દરેક રિપોર્ટ પેટે તબીબને 40 ટકા રકમ આપવાની ઓફર કરવામાં આવે છે. અને તબીબ પણ તેના માટે તૈયાર થઇ જાય છે.

દિવ્યભાસ્કરે પેથોલોજી લેબ સંચાલક સચિન જોષી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરતું પહેલા તો લેબ સંચાલકે ફોન ઉઠાવ્યો નહોતો અને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. પેથોલોજી લેબ સંચાલક સચિન જોષી વડોદરાના મુજમહુડા ખાતે આવેલી મા લેબ સાથે પણ સંકળાયેલો હતો. પરંતુ તેની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.