નર્મદાના ડેડિયાપાળાના એક આદિવાસી વૃદ્ધ વ્યક્તિના બ્લેડરમાંથી જે મળ્યું છે. તે જોઈને ખુદ તબીબ પણ ચોંકી ઉઠ્યા હશે. કોઈ પોતાના શરીરમાં એક નાના પથ્થર સમાન પદાર્થને કે, જેનો વજન 640 ગ્રામ હોય તે કેવી રીતે રાખી શકે છે. પણ કુદરત ક્યારેક માણસને ચોંકાવનારી ઘટનાઓથી રૂબરૂ કરાવતો હોય છે. અઢી કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ 640 ગ્રામની પથરીને વૃદ્ધાના શરીરમાંથી બહાર કાઢી દેવાઈ છે.
જે દર્દીની સર્જરી કરવામાં આવી છે. તેમનું નામ મોતીસિંહ છે. અને તેના શરીરમાં છેલ્લા 20 વર્ષથી આ પથરી વિકસી રહી હોવાનો અંદાજો છે. પરંતુ આટલા લાંબા સમય બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી તેની તકલીફ વધી રહી છે. કારણ કે, આટલી મોટી પથરી શરીરના અન્ય ભાગને ઈજા પહોંચાડી રહી હતી. જેથી મોતીસિંહને દુખાવો, પેશાબમાં બળતરા અનેક મુશ્કેલી પડી રહી હતી.
પહેલા એક્સ રે કરાવવામાં આવ્યો હતો. જેમાં ગાંઠ હોવાની આશંકા લાગતી હતી. પરંતુ સોનોગ્રાફીની મદદ લેતા એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. તબીબને દર્દીનું મૂત્રાશય જ દેખાતું નહોતું. અને પછી અલગ-અલગ એક્સેથી તપાસ કરવામાં આવી હતી. તો ખ્યાલ આવ્યો કે, પેટમાં એક મોટી સાઈઝની પથરી જમા થઈ ચૂકી છે.
શરીર તો કુદરતનું બનાવેલું એક એવું વિજ્ઞાન છે. જેને હજુ સુધી કોઈ પૂરી રીતે સમજી શક્યું નથી. કાશ્મીરના એક દર્દીના શરીરમાંથી 843 ગ્રામની પથરી મળી હતી. બ્રાઝીલના દર્દીમાંથી આશરે 1900 ગ્રામની એક પથરી કાઢવી પડી હતી. જે અત્યાર સુધીની સૌથી મોટી અને રેકોર્ડ પથરી છે. તો વર્ષ 1192માં પ્રથમ વખત 310 ગ્રામની પથરી મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.