પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ સિંહ ઘૂમલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં મોટી ભૂમિકામાં હશે.
- BCCI ના નવા અધ્યક્ષની થશે નિમણૂક
- ગૃહમંત્રી અમિત શાહનો દિકરો જય શાહ સૌથી આગળ
દિલ્હી:આ અંગે શનિવારના દિલ્હીમાં થયેલી અને રવિવારના મુંબઇમાં થનાર અનૌપચારિક બેઠકમાં નક્કી થશે. આ બેઠકમાં પૂર્વ BCCIના અધ્યક્ષ અનુરાગ ઠાકુર, પૂર્વ ICC ના ચેરમેન એન.શ્રીનિવાસન, પૂર્વ IPL ચેરમેન રાજીવ શુક્લા અને જય શાહ સિવાય સૌરવ ગાંગુલી ભાગ લીધો. આ પછી રવિવારના મુંબઇના તમામ રાજ્ય સંઘોની બેઠક થશે જેમાં શનિવારના નિર્ણયને જણાવીને સહમતિ લેવામાં આવશે..
ઉલ્લેખનીય છે કે, BCCI નવા અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી આગળ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ અને હાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહનું નામ છે. 23 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં GCAના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે તેમનું નામ મોકલી આપવામાં આવ્યું છે, જોકે લોઢા સમિતિની ભલામણો પર આવી ચૂકેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખવામાં આવે તો જય શાહ લગભગ એક વર્ષ સુધી જ અધ્યક્ષપદ પર રહી શકશે, કારણ કે સતત છ વર્ષ રાજ્ય ક્રિકેટ સંઘ અથવા BCCIમાં કોઈ પણ હોદ્દા પર રહ્યા બાદ ત્રણ વર્ષનો કૂલિંગ ઓફ લેવાનો હોય છે.
જય શાહ છેલ્લાં પાંચ વર્ષ સુધી GCAના સંયુક્ત સચિવ રહ્યા છે અને તાજેતરમાં જ તેણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જોકે BCCIના દિગ્ગજોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ સ્પોર્ટ્સ કોડ લાવશે, જેનો BCCI પણ સ્વીકાર કરી લેશે. આવું થયા બાદ પરિસ્થિતિ બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ BCCIઅધ્યક્ષ અને હાલની સરકારના વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર આ નિર્ણય માટે મહત્વનો ભાગ ભજવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.