ફલેટ ખરીદતા પહેલાં સાવધાન થઈ જજો… ચેક કરી લેજો કે રેરા એપ્રુવલ મળેલ છે કે…

શિવાલિક પરમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી દ્નારા તેના પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા બાદ ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી મેળવ્યા વગર ફલેટનું વેચાણ કરતાં, રેરાએ તે ગ્રુપને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રેરાએ હુકમ કર્યો છે કે, શિવાલિક ગ્રુપે ૧૫ દિવસમાં આ દંડ ભરી દેવો. રેરાના ધ્યાન પર આવ્યું હતું કે, આઈઆઈએમએ રોડ પર રહેલાં શિવાલિક શારદા હામઁની પ્રોજેક્ટમાં બિલ્ડરે ફેરફાર કર્યા બાદ, રેરાની મંજુરી મેળવી ન હતી. જયારે ૧૬ યુનિટ એવા હતા કે, જેમાં બુકિંગ સમયે ૧૦ ટકાથી વધુ વેચાણ કિંમત લેવાઈ હતી.

જો કે, રેરાએ બિલ્ડરની આ વાતને સ્વીકારી નથી. આ પ્રોજેક્ટમાં કુલ ૨૭૯ યુનિટ છે. બિલ્ડરે પહેલાં એ અને બી બ્લોક કોમિઁશયલ હેતુ માટે નોંધાવ્યા હતાં. જો કે બાદમાં ફેરફાર કરીને તેને ડેવલપ કરાયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.