અમદાવાદનાં આ તળાવ પર જતાં પહેલાં જતાં સાવધાન.

અમદાવાદનું વસ્ત્રાપુર લેક અમદાવાદની શાન કહેવાય છે. શહેરનાં મધ્યમાં આવેલા આ તળાવમાં સેન્ટર એટ્રેકશન કહેવાય છે. ત્યારે હવે આ વસ્ત્રાપુર લેક વેન્ટિલેટર પર આવી ગયું છે. તેનું જવાબદાર હોય તો અમદાવાદ કોપોરેશન નું તંત્ર જ છે.

વસ્ત્રાપુર લેકમાં ચાર પ્રવેશદ્વાર છે. જેમાંથી એક ગેટથી પ્રવેશ્યા બાદ નીચેની તરફનાં પગથિયા પર સાવધાનનું બોર્ડ લગાવી દેવાયું છે. અહીં મૂકી પતરા મારી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહીં મુસાફરોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લેકની દિવાલો તૂટી ગયા બાદ સમારકામ કરવામાં તંત્ર દ્નારા ધોર બેદરકારી દાખવવામાં આવી છે.

લગભગ એક મહિનાથી આ ભાગની જમીન બેસી ગઈ છે. તેનું સમારકામ કરવાને બદલે પતરા મારી સાવધાનનું બોર્ડ લગાવી દેવાયું છે.

એએમસીનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે સોલા-અસારવા સિવિલ ઉપરાંત amc સંચાલિત હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. ત્યારે એએમસીનું તંત્ર આ મામલે પણ બેધ્યાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.