અમદાવાદમાં શહેરમાં પ્રાણીઓ કરડવાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શ્ચાન, વાનર અને અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સો સામે આવી છે.
જો વાત કરીએ તો અમદાવાદનાં નરોડા, નોબલનગર અને વટવા વિસ્તારમાં શ્ચાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. AMCનાં આરોગ્ય વિભાગનાં સત્તાવાર આંકડાં મુજબ, ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગષ્ટ મહિના સુધી ૩૨ હજાર ૦૪૭ જેટલાં પ્રાણીઓ લોકોને કરડયાં હતાં.
પાંચ વર્ષ ખસીકરણ પાછક્ષ ૭ કરોડથી વધુનો ખચઁ કોપોરેશનને કયાઁ છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ પ્રાણીઓના કરડવાનાં સૌથી વધુ કેસ શારદાબેન અને એલજી હોસ્પિટલમાં નોંધાયા છે.ગત વષઁ ૨૦૨૦માં કોરોના મહામારી વચ્ચે ૫૨૩૧૮ જેટલાં કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્નારા મોટાપાયે ખસીકરણ થતું હોવા છતાં પ્રાણીઓનાં કરડવાનાં કેસમાં સતત વધારો થયા છે.
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.