2 દિગ્ગજ નેતાઓએ પાર્ટીનો છોડ્યો સાથ,સોવન ચેટર્જી અને બૈશાખી બેનર્જીએ છોડી પાર્ટી

ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે નારાજ દિગ્ગજ નેતા સોવન ચેટર્જીએ ભગવાનો સાથ છોડી દીધો છે. ચેટર્જી પૂર્વમાં કોલકત્તાના મેયર રહી ચૂક્યા છે અને 2019થી ભાજપમાં સામેલ થયા હતા. પાર્ટીએ અહીંથી પાયલ સરકારને ટિકિટ આપી છે

પાર્ટીએ તેમને ટિકિટ ન આપતા અહીંથી ચેટર્જીની પત્ની રતના ચેટર્જીને ટિકિટ આપી છે. પાર્ટી ઈચ્છતી નથી કે અહીં ચૂંટણીના મેદાનની વચ્ચે મુકાબલાનું ક્ષેત્ર બને. ભાજપે સોવન ચેટર્જીને બેહાલા પશ્ચિમ થી ઉમેદવાર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે

બૈશાખી ચેટર્જીએ ફેસબુકના માધ્યમથી ભાજપથી અલગ થયાની જાણકારી આપી છે. બૈશાખીએ પોસ્ટમાં લખ્યું છે કે આજનું અપમાન અમારા સાહસને ઘટાડી શકશે નહીં. સોવન ચેટર્જીનું રાજીનામું ભાજપને માટે મોટો ઝટકો છે. કેમકે ભાજપ સોવન ના સહારે જ દક્ષિણ પરગણામાં પોતાના વોટ બેંકને મજબૂત કરવા ઈચ્છતી હતી.

ભાજપમાં સામેલ થયેલી અન્ય અભિનેત્રીઓ પર પણ પાર્ટીએ ભરોસો રાખ્યો છે. તનુશ્રી ચક્રવર્તી શ્યામપુરથી અને અંજના બસુને સોનારપુર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે.

પ. બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધીમાં 8 તબક્કામાં મતદાન થવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.