બે દિવસના પ્રવાસ પર બાંગ્લાદેશમાં છે પીએમ મોદી,ઢાકા સહિતની જગ્યાઑ પર કરવામાં આવ્યો વિરોધ

બાંગ્લાદેશમાં પીએમ મોદીના પ્રવાસને લઈને ખૂબ વિવાદ પણ થઈ રહ્યો છે. પીએમ મોદીના પ્રવાસમાં બાંગ્લાદેશમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશના ચટગાંવમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે હિંસક ઝડપમાં પાંચ લોકોના મોત થાય હોવાના અહેવાલ સામે આવી રહ્યા રહ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પણ શુક્રવારે નમાજ બાદ બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. વિરોધ પ્રદર્શનમાં પત્રકારો પણ ઘાયલ થયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ અનુસાર ચટગાંવમાં નમાજ બાદ હથાઝરી મદરસામાંથી વિરોધ માર્ચ નિકાળવામાં આવ્યો હતો

ઢાકાના અખબારોમાં અહેવાલ સામે આવ્યા છે કે કેટલાક પ્રદર્શનકારીઓએ ઢાકામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં કેટલાય મુસ્લિમ નેતા તથા વાંમપંથી સંગઠનો દ્વારા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશ એક દેશ બન્યો તેમાં ભારતનું પણ સૌથી મોટું યોગદાન રહ્યું છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી પણ આ જશ્નમાં સામેલ થવા માટે શેખ હસીનાના આમંત્રણ બાદ ઢાકા પહોંચ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.