રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા બે દિવસના આ ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ માટે 300 બોલરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. આજે પ્રથમ દિવસે 150 બોલર માંથી 140 બોલરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યું હતું.
લાલભાઇ કોન્ટ્રાકટર સ્પેડિયમની પીચ પર સંપૂર્ણ ગન સેટઅપ ગોઠવવામાં આવ્યું છે. આ પીચ પર બોલ કેટલો સ્વીંગ લે છે, ઝડપથી પડે છે, ફલેટ જાય છે, યોર્કર કેટલી નજીક પડે છે આ તમામ વિગતો રોયલ ચેલેન્જર બેંગ્લોરના ચીફ કોચ માઇક હેસન અને ફિલ્ડીંગ કોચ માર્લોન રંગરાજન ઇન્ટરનેટ થકી ઓનલાઇન જોઇ શકે છે.
. આજે પ્રથમ દિવસે લાલભાઇની પીચ પર ફાસ્ટ બોલર અને સ્પીનર્સ માટે ટર્નઅપ ખુબ સારૂ રહયું હતું. બેંગ્લોરની ટીમે આજ કારણોસર સુરતની પસંદગી કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા એસડીસીએના પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ઉપપ્રમુખ હેમંત કોન્ટ્રાકટર, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઇ અને સીએ મયંક દેસાઇએ ભારે જહેમત ઉઠાવી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.