વડોદરાના વારસિયા રીંગ રોડ પર ૩ વર્ષિય બાળકીને સાઈકલ અથડાવવાના મુદ્દે બે હુમલાખોરે ગર્ભવતી મહિલાના પેટમાં લાતો મારી શારિરીક અડપલાં કર્યા બાદ કપડાં ફાડી નાંખ્યા હતા.
પરણીતાને સંતાનમાં બે બાળકો છે અને હાલ પ્રેગ્નેટ છે. ગત સાંજે તેમની ત્રણ વર્ષિય પુત્રી ઘરની બહાર રમતી હતી, ત્યારે પડોશી ધર્મેશ માછીના ભાણીયાએ તેને સાઈકલ અથાડતાં હાથમાં ઈજા થઇ હતી. પરણીતા આરોપીઓના ઘરે કહેવા જતાં ધર્મેશે અમારા છોકરા અહીં જ રમશે, તેમ કહી ગાળાગાળી કરી હતી.
દરમિયાન એકાએક ધસી આવેલા આકાશ નામના હુમલાખોરે પરણીતાને પેટના ભાગે લાતો મારી હતી. જે બાદ આરોપી ધર્મેશે પણ પરણીતાને ગળાના ભાગે પકડીને શારીરિક અડપલાં કરી કપડાં પણ ફાડી નાંખ્યા હતા. જેથી પરણીતા ઘર તરફ ભાગતાં આરોપીએ આજે તો તું ભાગી ગઈ છે.
પરણીતાએ પતિ અને દિયરને જાણ કરતાં તે મદદે દોડી આવ્યો હતો, પરંતુ આરોપીઓએ તેમને પણ મારમાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.