તૈયાર રહેજો 25 થી 28 માર્ચમાં પડશે રેકોર્ડ બ્રેક ગરમી , અંબાલાલે ગરમીને લઈને કરી આગાહી

ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. બીજી બાજુ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના કારણે તાપમાન સામાન્ય નોંધાઈ રહ્યું છે. હવામાન ખાતા એવી આગાહી વ્યક્ત કરી છે કે, તા.25થી 28 સુધીના સમયગાળામાં હીટવેવ અનુભવાશે. જેના કારણે ગરમી વધશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેંજનું પ્રમાણ વધારે રહ્યું છે.અને ઉનાળાના દિવસોમાં હવામાં થોડો ભેજ રહેવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. માર્ચ મહિનામાં આવી ગરમી ક્યારેક જ પડતી હશે. તા.27 માર્ચથી અકળાવી દે એવી ગરમી શરૂ થશે. ગરમીનું જોર વધશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયા, ખેડા તેમજ અમદાવાદમાં ગરમ પરસેવા છોડાવી દેશે. જ્યારે ગાંધીનગર, પંચમહાલ તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં કાળઝાળ ગરમી પડવાની છે. તા.27 માર્ચથી 7 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે કચ્છમાં 42 ડિગ્રી આસપાસ પારો રહી શકે છે. આ સમયગાળામાં કોઈ જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધારે રહી શકે છે ગરમીના આ દિવસો પૂરા થયા બાદ હવામાનમાં થોડો પલટો આવશે. એવું અંબાલાલ પટેલનું કહેવું છે. કાળઝાળ ગરમીને કારણે બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં હવાના દબાણ ઊભા થાય એવી સંભાવના છે. તા. 7 એપ્રિલ બાદ હવામાનમાં આંશિક પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે.

તાપમાન વધવાને કારણે સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે. છેલ્લા કેટલાક સમયથી સાંજે વાદળછાયું હવામાન જોવા મળે છે. એટલે ગરમીમાંથી આંશિક રાત થાય છે. અંબાલાલ પટેલે અગાઉ કહ્યું હતું કે, આ વખતેના ઉનાળામાં વારંવાર હવામાનમાં પલટો આવશે. સતત બદલાતી ઋતુને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જોકે, આની સીધી અસર પાક પર થવાની શક્યતાઓ છે. જોકે, આ વખતે કેરીનો પાક મોડો આવે એવા પૂરા એંધાણ છે. કારણ કે આંબાના બગીચા તાઉતે વાવાઝોડાને કારણે હજું પાક લેવા માટે બેઠા થયા નથી. બીજી બાજું હોળી બાદ ઉનાળું સીઝન બરોબર જામી છે. નાના શહેરોમાં બપોર દરમિયાન લોકોની અવરજવર ઘટી જાય છે.અને જ્યારે લોકો બપોરના સમયે ટાઢળ મેળવવા માટે ઠંડા-પીણાનો તથા છાશ લસ્સીનો સહારો લઈ રહ્યા છે. જ્યારે ટોપી ચશ્માની માર્કેટમાં તેજી આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.