આંખોની સુંદરતા માટે આટલું ધ્યાન રાખો..

સ્ત્રીઓને ચશ્માં સાથે સમસ્યા હોય જ છે. અલબત્ત, હવે ઘણી સારીસારી ફ્રેમ્સ માર્કેટમાં આવી ગઇ છે અને તેથી છોકરીઓને વેસ્ટર્ન આઉટફિટ્સમાં ચશ્માં પહેરવામાં અણગમો નથી અનુભવાતો પણ વાત જ્યારે ઇન્ડિયન વૅરની આવે, પ્રસંગોપાત સારાં કપડાં હોય ત્યારની વાત હોય તો સ્વાભાવિક છે કે ચશ્માં આડખીલી રૂપ બને.અને જે સ્ત્રીઓને ચશ્માંના નંબર છે જ તે લેન્સનો ઉપયોગ કરી શકે અથવા નંબર ઊતરાવી શકે, પણ જેને નંબર નથી આવ્યા તે અગમચેતીનાં પગલાં સ્વરૂપે નીચે જણાવેલી ચોકસાઇ રાખશે તો ચશ્માંના નંબરથી જ દૂર રહી શકશે.

આંખોને મોતિયાની બીમારીથી દૂર રાખવા માટે વિટામિન A,C અને Eથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં લેવી જોઈએ.અને તેના માટે તમારે ખાટાં ફ્ળો, બદામ, સીડ્સને રોજ આરોગવાં જેથી તમને ભરપૂર પ્રમાણમાં A,C અને E મળી રહે.

નિષ્ણાતોના મત પ્રમાણે શરીરમાં પાણીની ઘટ એટલે કે ડિહાઈડ્રેશનની અસર આંખો પર જોવા મળે છે. પાણીની શરીરમાં ઘટ રહેવાના કારણે આંખોની માંસપેશીઓ કમજોર થઈ જાય છે અને તેનાથી આંખોનું તેજ ઓછું થઈ જાય છે. અને આંખોનું તેજ જાળવી રાખવા પર્યાપ્ત પ્રમાણમાં પાણી દરરોજ પીતાં રહેવું જોઈએ.

લીલાં પાંદડાંવાળા શાકભાજી વિટામિન અને ખનીજ તત્ત્વોથી ભરપૂર હોય છે, જે આરોગ્ય માટે સંપૂર્ણપણે ફાયદાકારક હોય છે.અને લીલાં પાંદડાંવાળા શાકભાજીમાં બીટા-કેરોટીન, વિટામિન, lutein અને zeaxanthin હોય છે, જે આંખોને હાનિકારક કિરણો અને રેડિયેશનથી બચાવવામાં મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.