કોરોના મહામારી બાદ હવે મ્યુકોરમાઇકોસિસે રાજ્યને ભરડામા લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી છે. ત્યારે ગુજરાતમા પણ આ બ્લેક ફંગસના કેસમાં ધરખમ વધાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતાનો આરોપ છે કે રાજ્ય સરકાર કોરોના મહામારીના યોગ્ય કામ કરી શકી નથી. પ્રજામાં ભાજપ સરકાર સામે ભારે રોષ વ્યાપી ગયો છે. તેથી હવે ભાજપ 2020 વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી બદલી નાંખશે. કોંગ્રેસના સિનીયર નેતા ભરતસિંહ સોલંકીએ આપેલા નિવેદન અને ટ્વિટ બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
#COVID19 की महामारी में गुजरात ने काफ़ी कुछ सहा है, केंद्र की सरकार ने ना तो #Gujarat को समय पर ओकसीजन दिया, ना दवाई दी बस हवाई दौरा करके निकल गए और आज भी गुजरात #CoronaVaccination के लिए तड़प रहे हैं।
— Bharat Solanki (@BharatSolankee) May 20, 2021
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલાશે. કોરોના મહામારીની નિષ્ફળતાનો દોષનો ટોપલો મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ઢોળાશે. કોરોના ના કારણે વડાપ્રધાન અને ગૃહમંત્રીને લાગે છે કે ગુજરાતમાં પ્રજા ભાજપને ઉખાડી ફેંકશે. પ્રજાના આક્રોશથી બચવા ભાજપ રાજકીય બદલાવ કરશે. આનંદબેન પટેલ બાદ હવે વિજય રૂપાણીને પણ બદલવામાં આવશે.
ભરતસિંહ સોલંકીએ ટ્વિટ અંગે કહ્યું હતુ કે મારા ટ્વિટનો આશ્રય છે કે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને ખબર છે કે જેમ કોરોના મહામારી ચાલી છે તેમ ભાજપમાં પણ આંતરિક ડખો ચાલી રહ્યો છે. બંને નેતાઓને ખબર છે ભાજપ વિરૂદ્ધ લોકોમાં ભારે રોષ છે. આગામી ચૂંટણીમાં ભાજપને પ્રજા ઉખાડી ફેંકશે. જેથી આ ક્રોધ શાંત કરવા અને રોષ ઓછો કરવા જેમ ભુતકાળમા આનંદી બહેન પટેલનો ભોગ લેવાયો હતો. તેમ કદાચ આ વખતે વિજયભાઇ રૂપાણીનો ભોગ લઇ શકે છે. રાજકીય રીતે ફેરફાર કરી દોષનો ટોપલો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પર નાખવાનો પ્રયાસ કરાશે અને ફરી એકવાર અન્ય વ્યક્તિ મુખ્યમંત્રી બનાવશે. ચૂંટણીમાં વડાપ્રધાન અહીં આવી પ્રવાસ કરશે કે હું તમારો છું આમ કહશે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું હતુ કે ગુજરાતના એક જિલ્લા માટે 2 હજાર કરોડની જાહેરાત કરનાર નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની જનતાને માત્ર 1 હજાર કરોડની જાહેરાત કરી છે. યુપીએ સરકાર સામે હજારો કરોડની માંગણી કરનાર ભાજપ સરકાર હવે કેમ ચુપ છે. આ જાહેરાત કરી ગુજરાતની જનતાને થપડ કેન્દ્રની ભાજપ સરકારે મારી છે. જો કેન્દ્ર સરકાર વેક્સીન ન આપતી હોય તો રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય ટેન્ડર બહાર પાડી અન્ય દેશમાંથી વેક્સીન લાવી ગુજરાતની જનતાને આપવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.