આ કારણે ચિત્તા નામીબિયા પાસેથી ચિતા લેવાનો ભારતનો ઇનકાર, નામીબિયા સરકાર ભારતથી નારાજ..

ભારતમાં દાયકાઓથી ગાયબ ચિત્તાની પ્રજાતિને પાછી લાવવા માટે નામીબિયામાંથી આઠ ચિત્તા મંગાવવામાં આવી રહ્યા છે. ભારત મોકલવામાં આવનારા તમામ ચિત્તાઓને પકડીને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને આ ચિત્તાઓમાં ત્રણ એવા છે, જેને ભારત લેવાની ના પાડી રહ્યું છે. ભારતે કહ્યું કે, આ ચિત્તા હવે શિકાર કરવાને લાયક નથી રહ્યા. ભારતનો દાવો છે કે, આ ચિત્તા કેપ્ટિવ બ્રીડના છે એટલે કે તેમને કેદમાં જ મોટા કરવામાં આવ્યા છે. એવામાં ભારતના આ દાવા પર હવે નામીબિયાએ પોતાનું રિએક્શન આપ્યું છે. નામીબિયાએ આ દાવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, તે ભારત તરફથી રિજેક્ટ કરવામાં આવેલા ચિત્તાઓને બદલે બીજા ચિત્તા પકડીને નહીં આપશે. નામીબિયા સરકારના પ્રવક્તાએ ભારતના દાવાને રદ્દ કરતા કહ્યું કે, ભારત તરફથી રિજેક્ટ કરવામાં આવી ચુકેલા ચિત્તા કેપ્ટિવ બ્રીડના નથી.

નામીબિયાના પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રવક્તા રોમિયો મુયુંડાએ અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિપેન્ડેન્ટ સાથે વાત કરતા કહ્યું હતું કે, અમારા તરફથી હવે વધુ ચિત્તા ભારતના પ્રોજેક્ટ ચિત્તા માટે મોકલવામાં નહીં આવશે. તેમણે કહ્યું કે, અમારા દેશમાં પણ તેમની સંખ્યા સીમિત છે. તેમજ ભારતના દાવા પર નામીબિયાના પ્રવક્તાએ કહ્યું કે, ભારત તરફથી ચિત્તાઓને લઈને કરવામાં આવેલા દાવાઓને અમે રદ્દ કરીએ છીએ. તેમણે કહ્યું કે, ચિત્તા એવુ પ્રાણી નથી અને જેને કેદમાં રાખી શકાય. તેમણે કહ્યું કે, જ્યારે ચિત્તા નાના અને શિકાર કરતા શીખી રહ્યા હોય છે, તે સમયે તેમને વાડાબંધી કરીને રાખવામાં આવે છે.

નામીબિયાના પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રવક્તાએ આગળ કહ્યું કે, ભારત તરફથી જે ત્રણ ચિત્તાઓને રિજેક્ટ કરવામાં આવ્યા છે, તેના બદલે બીજા ચિત્તાઓ આપવાની અમારી કોઈ ઈચ્છા નથી. સાથે જ પ્રવક્તાએ ત્રણેય ચિત્તાઓના રિજેક્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, ભારત સરકારે જ એ ચિત્તાઓને પસંદ કર્યા હતા અને બાદમાં રિજેક્ટ કરી દીધા. મંત્રાલયના પ્રવક્તાએ આગળ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ભારતે આ ચિત્તાઓનો અસ્વીકાર કર્યો છે. સરકારમાં હોવાના નાતે, અમે ભારત માટે મોકલવામાં આવેલા ચિત્તાઓની પસંદગીમાં સામેલ નહોતા અને ચિત્તાની પસંદગીમાં ભારત સરકાર અને એક NGO ચિત્તા કંઝર્વેશન ફંડ ઓફ નામીબિયા સામેલ હતા.

નામીબિયાથી જે ચિત્તા ભારત મોકલવામાં આવશે, તેમને હાલ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈન પીરિયડ પૂર્ણ થતા જ તેમને ભારતના મધ્ય પ્રદેશ સ્થિત કૂનો વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં મોકલી આપવામાં આવશે. તેમજ એક સ્થાનિક રિપોર્ટ અનુસાર, જે ચિત્તા ભારત તરફથી રિજેક્ટ કરવામાં આવ્યા છે અને તેને હાલ દેખરેખ માટે નામીબિયાના જંગલોમાં જ મોકલી આપવામાં આવશે.

ભારત તરફથી નામીબિયાથી આવી રહેલા ચિત્તાઓ માટે ખૂબ જ વધુ સાવધાની રાખવામાં આવી રહી છે. ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, ચિત્તાઓને ભારત લાવવાની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની બાધા નથી. તેમજ એમપી વન મંત્રી વિજય શાહે આ અંગે કહ્યું કે, ભારત સરકાર કોઈપણ પ્રકારે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ચિત્તાઓને ભારત લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.